જામનગર તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના મુદાઓને લઇ આજરોજ સાત રસ્તા સર્કલથી સેવા સદન સુધી રેલી યોજવામાં આવી હતી. અને સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં. આ દરમિયાન ઓશવાળ સેન્ટર પાસે કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ સાથે રસ્તો રોકવા જતાં પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના હકક માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોંઘુ ખાતર, ખર્ચનો માર સહિતના મુદાઓના પોસ્ટર સાથે જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરો, હોદેદારો દ્વારા રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જામનગર શહેરના સાત રસ્તાથી આ રેલીનો પ્રારંભ થયો હતો. રેલી ઓશવાળ સેન્ટર પાસે પહોંચતા ઉગ્ર વાતાવરણ સર્જાતા કાર્યકરોએ રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસના હોદેદારો, કાર્યકરો રસ્તા વચ્ચે બેસી જતાં પોલીસ દ્વારા કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઇ કથીરીયા, કોંગ્રેસના રચનાબેન નંદાણીયા સહિતના કાર્યકરો તથા ખેડૂતો આ રેલીમાં જોડાયા હતાં.
View this post on Instagram


