Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરસપડા ગામમાં ચેક ડેમના કામમાં ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ

સપડા ગામમાં ચેક ડેમના કામમાં ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ

ગ્રામજનો દ્વારા કલેકટરે અને ડીડીઓને પત્ર લખી રજૂઆત

- Advertisement -

જામનગર તાલુકાના સપડામાં આવેલ ચેકડેમનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હોય જેમાં ભ્રષ્ટાચાર થતો હોય અને હલકી ગુણવતાના મટીરિયલનો ઉપયોગ થતો હોય સપડાના રવિરાજસિંહ પ્રતાપસિંહ કેર દ્વારા કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -

જેમાં જણાવ્યું છે કે, જિલ્લા પંચાયત દ્વારા નિર્માણ કરાયેલ સપડાના ચેકડેમ 2021 પૂરને કારણે તૂટી ગયો હતો. જે હાલ મરામત કામગીરી ચાલુ હોય અને પ્રાઇવેટ કોન્ટ્રાકટર દ્વારા કામ કરવામાં આવતું હોય જેમાં વાપરવામાં આવતું રેતી, લોખંડ, સિમેન્ટ સહિતનું મટીરિયલ હલકી ગુણવતાનું વાપરવામાં આવે છે. તેમજ સરકાર દ્વારા નકકી થયેલ સ્પેશિફિકેશન મુજબનું માલ મટીરિયલ પણ વાપરવામાં આવતું નથી. આથી લોટ પાણીને લાકડા જેવી સ્થિતિ નિર્માણ થઇ છે. આથી આ ચેકડેમનું કામ તાકીદે અટકાવી આ કામમાં વાપરવામાં આવેલ માલ મટીરીયલની તાકીદે તપાસ કરાવી લેબોરેટરી ટેસ્ટીંગ કરાવી રોજકામ કરવા અને કોન્ટ્રાકટર સામે પગલાં લેવા તથા કોન્ટ્રાકટરને આ કામનું પેમેન્ટ નહીં કરવા આ પત્ર દ્વારા માંગણી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular