Saturday, May 11, 2024
Homeરાજ્યજામનગરશહેરમાં રવિવારે હોલિકાદહન બાદ ગઇકાલે ધૂળેટીના રંગે રંગાયા શહેરીજનો

શહેરમાં રવિવારે હોલિકાદહન બાદ ગઇકાલે ધૂળેટીના રંગે રંગાયા શહેરીજનો

- Advertisement -


જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં રવિવારે આસ્થાભેર હોલિકાદહનની ઉજવણી કરવામાં આવી હતી. જામનગરમાં 400 જેટલા સ્થળોએ હોલિકાદહનનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ગઇકાલે કોરોના મહામારી વચ્ચે શહેરીજનોએ ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. જાહેરમાં રંગ ઉડાળવા તથા ધૂળેટીના જાહેર કાર્યક્રમો ઉપર પ્રતિબંધ હોય તેમ છતાં જામનગરની પ્રજાએ અવનવા રંગો સાથે ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી.
રવિવારે ભકિતભાવપૂર્વક હોલિકાદહનની ઉજવણી કર્યા બાદ લોકોએ ગઇકાલે ધૂળેટી પર્વની મોજ માણી હતી. જાહેરમાં ધૂળેટી ઉજવણી ઉપર પ્રતિબંધ હોય શહેરની ગલીઓમાં અને રહેણાંક મકાન તથા એપાર્ટમેન્ટ નીચે બાળકોએ એકબીજાને રંગ ઉડાળી ઉત્સાહભેર ધૂળેટીની ઉજવણી કરી હતી. કોરોના સંક્રમણ વધવાના કારણે જાહેર સ્થળો ઉપર ધૂળેટીની ઉજવણી ઉપર પ્રતિબંધ હોય બાળકોએ અલગ-અલગ રંગો અને પાણીની પિચકારીઓ સાથે શેરીમહોલ્લામાં ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. રંગોના આ પર્વમાં બાળકોથી લઇ વડીલો સુધી તમામ લોકોએ જોડાઇને કોરોનાની બીક રાખ્યા વિના ધૂળેટી પર્વ ઉજવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular