Thursday, March 28, 2024
Homeરાજ્યજામનગરપોલીસ મથકમાં પોલીસને જ બેફામ ગાળો !

પોલીસ મથકમાં પોલીસને જ બેફામ ગાળો !

વાયરલ થયેલાં વિડીયોએ જામનગર શહેર અને પોલીસબેડામાં મચાવી ચકચાર: યુવકના વાણી વિલાસ સામે પોલીસની બોલતી બંધ

- Advertisement -

જામનગર શહેરમાં પોલીસ મથકમાં પોલીસને બબ્બે-બબ્બે કટકાં ગાળો ભાંડતા વાયરલ થયેલાં વિડીયો શહેરમાં ભારે ચકચાર જગાવી છે. વાયરલ થયેલો આ વિડીયો શહેરના સીટી સી ડિવીઝનનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે, પોલીસ તરફથી આ અંગે કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી અને ઇન્કાર પણ કરવામાં આવ્યો નથી.

જામનગર શહેરમાં દારૂ અને વર્લી પર પોલીસનો અંકુશ નહીવત જેવો છે. સરાજાહેર બંને દૂષણો ચાલી રહ્યા છે. ત્યારે શહેરના પોલીસ હેડ કવાર્ટરમાં આવેલા સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાત્રિના સમયે પોલીસ આરોપીને લઈ આવી હતી. જેને માર મારતા તેણે મગજનો પારો ગુમાવી દીધો હતો. અને ત્યાં હાજર પોલીસ ક્યાં-ક્યાંથી પૈસા લે છે અને કેવા ધંધા ચાલે છે તેનું વિવરણ કરી પોલીસને બેફામ ગાળો ભાંડતા અને પોલીસ પણ મુકપ્રેક્ષક બનીને તેને જોતા રહેવાની સાથે શાંત પાડવાની કોશિષ કરતા હોવાનો વીડિયો કોઈએ ઉતારીને વાયરલ કરી દેતા પોલીસબેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે.
જામનગરના પોલીસ સ્ટેશનમાં યુવકે પોલીસ સામે ગાળો ભાંડી રોષ ઠાલવ્યો હતો. જેમાં ગઢવી નામના યુવક પોલીસ સ્ટેશને આવીને અભદ્ર ભાષામાં વાણીવિલાસ કર્યો હતો. જેમાં સીટી-સી ડિવિઝન પોલીસના ડી સ્ટાફ સામે યુવકે આક્રોશ ઠાલવતા કહ્યું કે, તમે રૂ.15000નો તોડ કર્યો છે અને અમે કંઈ કરતા નથી. તો પણ અમને મારો છો અને ગાળો આપો છો.

આરોપીએ એસ.પી. તથા કલેકટર પર આક્ષેપો કરતા પોલીસ સ્ટેશનમાં એમ પણ કહ્યું હતુ કે, બે દિવસ પહેલા સિટી પોલીસ સ્ટેશન વાળા આવીને રેડ નાખી ગયા હતા. ત્યારબાદ હું સામે બોલ્યો ત્યારે ચાલ્યા ગયા હતા. જ્યારે પોલીસ દ્વારા સમજાવવામાં આવ્યો હતો. બધા ભેગા છે તથા વરલીનું આટલું બધુ ચાલે છે. દારૂના આટલા બધા ધંધા ચાલે છે તો પણ તમે તોડ કરો છો. પોલીસ ગાળો બોલે છે ત્યારે આરોપીએ જવાબ આપતા વીડિયોમાં જણાવ્યું કે, તમારી માં-બહેન હોય અમારે માં બહેન ના હોય. તમે અમને મા બેનની સામેગાળો ભાંડો છો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular