Friday, April 19, 2024
Homeરાષ્ટ્રીયક્યાંક તમને પણ ફેસબુકમાં આ મેસેજ નથી આવ્યો ને ?, સાવધાન રહેજો...

ક્યાંક તમને પણ ફેસબુકમાં આ મેસેજ નથી આવ્યો ને ?, સાવધાન રહેજો નહિતર….

- Advertisement -

જો તમે ફેસબુક યુઝર છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હકીકતમાં, ફેસબુક પર ફરી એકવાર સ્પામ મેસેજ ઝડપથી ફેલાયો છે. આ મેસેજ ‘Its you in the video?’ નામથી આવી રહ્યો છે. તેમાં એક લિંક પણ છે, જેના પર ક્લિક કરવું નુકસાનકારક બની શકે છે. લોકોને આવા મેસેજ સતત મળી રહ્યા છે.

- Advertisement -

છેલ્લા કેટલાક દિવસોથી, ફેસબુકના ઘણા વપરાશકર્તાઓને એક મેસેજ આવી રહ્યો છે. જે વિડીઓમાં અંગ્રેજીમાં લખ્યું છે It’s you in the video? હવે યૂઝર્સ તે લિંક પર ક્લિક કરીને જાણવા માટે કોશીશ કરે છે કે  તેઓ કયા વીડિયોમાં છે. આ પછી તેમની સામે એક નવું ટેબ ખુલે છે જેમાં અમુક લોકોને ફેસબુકનું લોગિન આઈડી અને પાસવર્ડ દાખલ કરવાનું કહેવામાં આવે છે. તો અમુક યુઝર્સને એરર બતાવે છે.

- Advertisement -

પરંતુ જો તમને કોઈ ફ્રેન્ડ લીસ્ટ માંથી અથવા બીજા કોઇ યુઝર્સ મેસેન્જરમાં આવો મેસેજ મોકલે તો લિંક ઉપર ક્લિક કરવું નુકશાનકારક સાબિત થઇ શકે છે. કારણકે જો લિંક ઓપન થશે તો તેમાં તમારા આઈડી પાસવર્ડ માંગીને હેકર્સ કોઈ ડેટા ચોરી કરી શકે છે.

ફેસબુક આ પ્રકારનો મેસેજ નથી મોકલી રહ્યું અને ન તો તમારા મિત્ર. વાસ્તવમાં શું થાય છે કે જ્યારે તમે આ મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરો છો, તો આ મેસેજ તમારા ફ્રેન્ડ લિસ્ટમાં સામેલ તમામ લોકોને ઑટોમૅટિક રીતે મોકલવામાં આવે છે.આ સ્પામ મેસેજની જાળમાં ફસાયા પછી તમને અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે.આવી લિંક પર ક્લિક કરવાથી ફોનમાં વાયરસ પણ આવી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular