Thursday, September 19, 2024
Homeરાજ્યજગન્નાથ આશ્રમ પરિવાર કેશોદના લેખિકાનું ‘અતુલ્ય વારસો આઇડેન્ટીટી’ એવોર્ડથી સન્માન

જગન્નાથ આશ્રમ પરિવાર કેશોદના લેખિકાનું ‘અતુલ્ય વારસો આઇડેન્ટીટી’ એવોર્ડથી સન્માન

લેખન, કલા ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ ગાંધીનગર ખાતે સન્માન

- Advertisement -

જગન્નાથ પરિવારની લેખિકાનું કલા અને સંસ્કૃતિના વિવિધ પાસાઓમાં વિશિષ્ટ યોગદાન બદલ ગાંધીનગર ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. તેમના આ સન્માનથી જગન્નાથ પરિવાર દ્વારા ગૌરવની લાગણી સાથે તેઓને શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી.

- Advertisement -

તાજેતરમાં ગાંધીનગર ખાતે અતુલ્ય વારસો આઇડેન્ટીટી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લેખન કલા અને સંસ્કૃતિના વિવિધ પાસાઓમાં વિશિષ્ટ યોગદાન આપનાર ગુજરાતભરના કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ અને એડિશનલ કલેકટર પ્રદિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં યોજાયેલા આ સન્માન સમારોહમાં અઘોષિત ગિરનારી સાધક પૂજય શ્રી રતિદાદાની પુત્રી અને જામનગરના વતની તથા જગન્નાથ આશ્રમ પરિવાર કેશોદના લેખિકા વર્ષાબેન ભટ્ટનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. અતુલ્ય વારસાના કપીલભાઇ ઠાકર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ધર્મ અને આધ્યાત્મક ક્ષેત્રે વિવિધ પુસ્તકો લખવા ઉપરાંત ચિત્ર અને કલાક્ષેત્રે વિશેષ યોગદાન આપવા બદલ વર્ષાબેન ભટ્ટનું ‘અતુલ્ય વારસો આઇન્ડેટીટી’ સન્માન થી સન્માનિત કરાયા હતા. તેઓએ વિવિધ ચિત્રો, કલા ચિત્ર, કાસ્ઠ ચિત્ર, રંગોળી કલા ઉપરાંત લેખન કાર્યક્ષેત્ર પણ ઉમદા કામગીરી કરી છે.

તેમને સન્માનિત કરતી વખતે ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ ડો. અમીબેન ઉપાધ્યાયએ ગૌરવની લાગણી વ્યકત કરતાં જણાવ્યું હતું કે, એક મહિલા સંસારની સાથે-સાથે સંસ્કૃતિના જતન માટે જે કાર્ય કરી રહી છે તે આનંદ અને ગૌરવની વાત છે. વર્ષાબેનના સન્માનથી સમગ્ર જગન્નાથ પરિવાર દ્વારા ગૌરવની લાગણી સાથેને તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular