સલાયા પોલીસ દ્વારા જુદા-જુદા ગુન્હામાં પકડાયેલ વાહનોની નિયમ મુજબ હરાજી કરવામાં આવી હતી. આ હરાજીમાં વિવિધ ગામેથી 69 એજન્સીઓ ભાગ લીધો હતો. જેમાં કુલ 24 વાહનની હરાજી કરવામાં આવેલ હતી.જેમાં 20 દ્વિચક્રી વાહન,1 થ્રી વ્હીલ,3 ફોર વ્હીલ હતી.જેની નિયમ મુજબ જાહેર હરાજી કરવામાં આવતા તંત્રને 118000 રૂપિયાની આવક થઈ હતી.આં હરાજીમાં કમિટીમાં ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ, પી.આઈ. સિંગરખીયા, પી.એસ.આઈ. ઓડેદરા, કચેરી અધિક્ષક સોલંકી, એ.એસ.આઇ. દેવશીભાઇ સગર રહ્યા હતા. આ હરાજી શાંતિ પૂર્ણ રીતે પૂરી થઈ હતી.