Wednesday, August 10, 2022
Homeસ્પોર્ટ્સએશિયા કપનું શિડયુલ જાહેર, 28 ઓગસ્ટે ભારત-પાકિસ્તાનની મેચ

એશિયા કપનું શિડયુલ જાહેર, 28 ઓગસ્ટે ભારત-પાકિસ્તાનની મેચ

- Advertisement -

ક્રિકેટ ફેન્સ માટે એક મોટી અપડેટ આવી છે. આ મહિનાના અંતમાં થનારા એશિયા કપની તારીખો જાહેર થઈ ગઈ છે. બીસીસીઆઈના સચિવ જય શાહે મંગળવારે સાંજે આ તારીખો જાહેર કરી છે. 27 ઓગસ્ટથી શરૂ થતી આ ટૂર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાનની ટીમ 28 ઓગસ્ટે આમને સામને આવશે.

- Advertisement -

એશિયા કપ આ વખતે ટી-20 ફોર્મેટમાં રમાવાની છે. અહીં પહેલી મેચ શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે દુબઈમાં રમાવાની છે. જ્યારે રવિવારે 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને હશે. આ મેચ પણ દુબઈમાં જ રમાવાની છે.

- Advertisement -

ગયા વર્ષે ટી-20 વર્લ્ડકપ પછી આ પહેલીવાર ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાનની ટીમ સામસામે રમશે. આ મેચ પણ યુએઈમાં રમાઈ હતી. જેમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું.

આ ઈવેન્ટમાં 27 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી ગ્રુપ મેચ રમાશે, ત્યાર પછી સુપર-4 ટીમોની મેચ થશે. જે 3 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી થશે. જ્યારે રવિવારે 11 સપ્ટેમ્બર એશિયા કપ 2022ના રોજ ફાઈનલ મેચ રમાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular