Tuesday, October 8, 2024
Homeરાજ્યજામનગરVideo : મેરેથોન દોડમાં ભાગ લેવા મહાનગરપાલિકા કમિશનરની અપીલ

Video : મેરેથોન દોડમાં ભાગ લેવા મહાનગરપાલિકા કમિશનરની અપીલ

- Advertisement -

ગુજરાત સરકાર દ્વારા વાઈબ્રન્ટ સમિટને 20 વર્ષ પૂર્ણ થતાં હોવાથી મહાનગરપાલિકા દ્વારા સાઈકલીંગ કલબને જેસીસી તથા ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટના સહકારથી પ્રી-વાઈબ્રન્ટ એકટીવીટી અંતર્ગત આગામી રવિવારે મેરેથોન દોડનું આયોજન કરવાની વિગતો મહાનગરપાલિકાના કમિશનરે આપી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, ગુજરાત સરકાર દ્વારા વાઈબ્રન્ટ સમિટને શરૂ કર્યાને 20 વર્ષ પૂર્ણ થતા હોય જેથી આ ઉજવણી માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર સાયકલીંગ કલબ-જેસીસી અને ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના સહકારથી પ્રિ-વાઈબ્રન્ટ એકટીવીટી અંતર્ગત આગામી તા.24 ના રવિવારે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેરેથોન દોડમાં કોઇપણ વયજૂથના નાગરિકો ભાગ લઇ શકશે. આ મેરેથોન દોડ પૂર્વે આજે મહાનગરપાલિકાના કમિશનર ડી એન મોદી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કમિશનરએ આપેલી વિગતો મુજબ, આ મેરેથોન દોડનો રૂટ પાંચ કિલોમીટર, 10 કિલોમીટર અને 20 કિલોમીટરનો રહેશે તેમજ સ્પર્ધક કોઇ પણ એક રૂટ માટે જ ભાગ લઇ શકશે. તથા 10 કિ.મી. અને 20 કિ.મી. મેરેથોન દોડ પૂર્ણ કરનારને મહાનગરપાલિકા દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. તેમજ આ મેરેથોનમાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટે્રશન કરાવવાનું રહેશે. તથા 21 ડિસેમ્બર સાંજના 6 વાગ્યા સુધીમાં રજીસ્ટે્રશન કરાવી લેવું પડશે. રજીસ્ટે્રશન વિિંાંત://રજ્ઞળિત.લહય/ડ2યાઠીળચણભઢ52ક્ષૠ99 લીંક ઉપર કરવાનું રહેશે તેમજ કમિશનરે શહેરીજનોને બહોળા પ્રમાણમાં મેરેથોન દોડમાં ભાગ લેવા અપીલ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular