Friday, April 26, 2024
Homeરાજ્યમોટી ખાવડી નજીક નંબર વગરની એમ્બ્યુલન્સે બાઈકને ઠોકરે ચડાવી

મોટી ખાવડી નજીક નંબર વગરની એમ્બ્યુલન્સે બાઈકને ઠોકરે ચડાવી

મિયાણી ગામ જતાં સમયે અકસ્માત : નંબર વગરની એમ્બ્યુલન્સનો ચાલક નાશી ગયો : કનસુમરાના પાટિયે ટ્રકે ઠોકર મારતા રીક્ષા પલ્ટી: ચાલકને ઈજા

- Advertisement -

જામનગર જિલ્લામાં મોટી ખાવડી ગામ નજીકથી પસાર થતા બાઈકસવારને પાછળથી આવતી નંબર વગરની સફેદ ઈકો એમ્બ્યુલન્સના ચાલકે ઠોકર મારી પછાડી દઈ ઈજા પહોંચાડી હતી. જામનગર નજીક કનસુમરાના પાટિયા પાસે ઓવરટેક કરવા જતા સમયે આગળ જતી રીક્ષાને ટ્રકે ઠોકર મારતા અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી.

- Advertisement -

અકસ્માતોના બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગરમાં બેડેશ્ર્વર-વાલસુરા રોડ પરના વિસ્તારમાં રહેતો ટપુ દેવા બારિયા નામનો યુવાન રવિવારે સવારના સમયે તેના જીજે-10-સીઆર-0748 નંબરના બાઈક પર હર્ષદ પાસેના મિયાણી ગામે જતો હતો ત્યારે મોટી ખાવડી નજીક પહોંચ્યો ત્યારે પાછળથી પૂરઝડપે બેફીકરાઈથી આવતી નંબર વગરની સફેદ કલરની ઈકો એમ્બ્યુલન્સના ચાલકે બાઈકસવારને ઠોકર મારી પછાડી દઇ ઈજા પહોંચાડી હતી તેમજ અકસ્માત બાદ એમ્બ્યુલન્સ ચાલક નાશી ગયો હતો. આ બનાવ અંગેની ટપુભાઈ દ્વારા જાણ કરાતા હેકો વી.સી. જાડેજા તથા સ્ટાફે નંબર વગરની એમ્બ્યુલન્સના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર શેરના દિ.પ્લોટ 58 વિસ્તારમાં રહેતો અમિત મંગે નામનો યુવાન ગત તા.24 ફેબ્રુઆરીના સાંજના સમયે તેની જીજે-10-ટીટી-0319 નંબરની છકડો રીક્ષામાં કનસુમરા ગામના પાટિયા પાસેથી પસાર થતો હતો તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવતા જીજે-02-ઝેડ-7017 નંબરના ટ્રકના ચાલકે છકડો રીક્ષાને ઓવરટેક કરતા સમયે ઠોકર મારતા રીક્ષા પલટી ખાઈ ગઇ હતી અને રીક્ષાચાલક અમિતને આંખમાં તેમજ માથાના પાછળના ભાગે ઈજા થઈ હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં હેકો પી.એ.ખાણધર તથા સ્ટાફે ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular