Tuesday, September 29, 2026
Homeરાજ્યરાજકોટ ડિવિઝન દ્વારા સાત જોડી ટ્રેનોમાં વધારાના કોચ લગાડાશે

રાજકોટ ડિવિઝન દ્વારા સાત જોડી ટ્રેનોમાં વધારાના કોચ લગાડાશે


આગામી તહેવારોને ધ્યાનમાં રાખી મુસાફરોની સુવિધા માટે પશ્ર્ચિમ રેલવે દ્વારા રાજકોટ મંડળથી પસાર થતી સાત જોડી ટ્રેનોમાં હંગામી ધોરણે વધારાનો કોચ જોડવા નિર્ણય કરાયો છે.

- Advertisement -

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જૈફના જણાવ્યાનુસાર ટ્રેન નં. 09263/64 પોરબંદર-દિલ્હી સરાઇરોહિલા-પોરબંદર સ્પે.માં એક વધારાનો સ્લીપર કોચ પોરબંદરથી દરેક મંગળવાર તથા શનિવારે તા. 30 ઓકટોબરથી 6 નવેમ્બર સુધી તથા દિલ્હી-સરાઇરોહિલાથી દરેક મંગળવાર અને ગુરુવારે 1 નવેમ્બરથી 8 નવેમ્બર સુધી લગાડાશે. ટ્રેન નં. 09269/70 પોરબંદર-મુઝઝફરપુર-પોરબંદર સ્પે. ટ્રેનમાં તા. 29 ઓકટોબરથી 11 નવેમ્બર સુધી દર ગુરુવાર અને શુક્રવારે પોરબંદરથી તથા તા. 1 થી 14 નવેમ્બર સુધી મુઝફફરપુરથી દર સોમવારે અને રવિવારે એક વધારાનો સ્લીપર કોચ, ટ્રેન નં. 09205/206 પોરબંદર-હાવડા-પોરબંદર સ્પે.માં તા. 3 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી દર બુધવારે અને ગુરુવારે પોરબંદરથી તથા તા. 5 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી હાવડાથી દર શુક્રવારે અને શનિવારે એક વધારાનો સ્લિપર કોચ લવાડાશે.


આ ઉપરાંત ટ્રેન નં. 09246/45 ઓખા-મુંબઇ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેઇલમાં વધારાનો થ્રી ટાયર ઇકોનોમી કોચ, ટ્રેન નં. 09251/52 સોમનાથ-ઓખા-સોમનાથ સ્પે. ટ્રેનમાં 31 ઓકટોબરથી 2 ડિસેમ્બર સુધી સોમનાથથી તથા 30 ઓકટોબરથી 1 ડિસેમ્બર સુધી ઓખાથી થ્રી ટાયર ઇકોનોમી કોચ, ટ્રેન નં. 09204/203 પોરબંદર-સિકંદરાબાદ-પોરબંદર સ્પે.માં તા. 2 નવે.થી 30 નવેમ્બર સુધી પોરબંદરથી દર મંગળવારે તથા 3 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી સિકંદરાબાદથી દરબુધવારે એક વધારાનો સ્લિપર કોચ તેમજ ટ્રેન નં. 09239/40 હાપા-બિલાસપુર-હાપા સ્પે. ટ્રેનમાં 30 ઓકટોબરથી 6 નવેમ્બર સુધી પ્રતિક શનિવારે હાપાથી તથા 31 ઓકટો.થી 7 નવેમ્બર સુધી બિલાસપુરથી દર સોમવારે એક વધારાનો સ્લિપર કોચ જોડવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular