Tuesday, October 8, 2024
Homeઆંતરરાષ્ટ્રીયએમેઝોનના સ્થાપક જેફ બેઝોસ સીઈઓનું પદ છોડશે, આ વ્યક્તિ સંભાળશે જવાબદારી

એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ સીઈઓનું પદ છોડશે, આ વ્યક્તિ સંભાળશે જવાબદારી

- Advertisement -

એમેઝોન દ્રારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે કે એડબલ્યુએસના સીઈઓ એન્ડી જેસી આ વર્ષના ત્રિ-માસિક ગાળામાં જેફ બેજોસનું સ્થાન લશે. બેજોસને હવે બોર્ડના કાર્યકારી પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જેફ બેજોસે વર્ષ 1994માં એમેઝોનની સ્થાપના કરી હતી. ઇ-કોમર્સ જાયન્ટ એમેઝોન સ્થાપક અને માલિક જેફ બેજોસે કંપનીના સીઈઓ, ચીફ એક્ઝિક્યુટિવ છોડવાનો નિર્ણય લીધો છે. તેઓ વર્ષ 2021ના અંતમાં સીઈઓ પદ પરથી રાજીનામું આપશે.

- Advertisement -

જેફ બેઝોસે પોતાના કર્મચારીઓ માટે એક પત્ર પણ લખ્યો છે તેઓએ જણાવ્યું છે કે એમેઝોન બોર્ડના કાર્યકારી પ્રમુખ અને એન્ડી જેસીને સીઈઓ બનાવવામાં આવી રહ્યા છે. તેઓએ કહ્યું છે કે મને પૂરો ભરોશો છે કે તેઓ એક ઉત્કૃષ લીડર સાબિત થશે. 57 વર્ષના જેફ બેઝોસ એ કહ્યું કે તેઓ હવે તેમની કલ્યાણકારી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. 57 વર્ષના જેફ બેઝોસે કહ્યું છે કે આ યાત્રા લગભગ 27 વર્ષ પહેલાં શરૂ થઈ હતી. ત્યારે એમેઝોન માત્ર એક વિચાર હતો. અને હવે અમે વ્યાપક રીતે દુનિયામાં સૌથી સફળ કંપનીઓના રૂપમાં ઓળખાઈએ છીએ. જણાવી દઈએ કે એમેઝોનની શરૂઆત 1995માં કરવામાં આવી હતી અને આજે તે વિશ્વની સૌથી મોટી ઇ-કોમર્સ કંપનીઓમાં સ્થાન આપે છે. તેની કંપનીએ ૨૦૨૦ ના છેલ્લા ત્રણ મહિનામાં ૧૦૦ અબજ ડોલરનું વેચાણ કર્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular