Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરજામનગર નજીક કાબુ ગુમાવતા કુન્ટો કાર સામે આવતી મારૂતિ સાથે અથડાઈ

જામનગર નજીક કાબુ ગુમાવતા કુન્ટો કાર સામે આવતી મારૂતિ સાથે અથડાઈ

મારૂતિ કાર ચાલક યુવાનનું સારવાર દરમિયાન મોત : અન્ય બે વ્યક્તિઓને ઈજા : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર ગુરૂવારે બપોરના સમયે કારચાલકે કાબુ ગુમાવી સામેની સાઈડમાં આવતી કાર સાથે ધડાકા ભેર અથડાતા કારચાલકને ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર-ખંભાળિયા હાઈવે પર સોમનાથ હોટલ પરની સામે ગુરૂવારે બપોરના સમયે જીજે-05-જેફ-7767 નંબરની મહીન્દ્રા કુન્ટો કારના ચાલક હાર્દિક નંદાસણા નામનો શખ્સે માર્ગ પર થડકો આવતા કાર સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા પલ્ટી ખાઈ સામેના રોડ પરથી આવતી જીજે-12-સી-9743 નંબરની મારૂતિ કાર સાથે અથડાતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં મારૂતિકારના ચાલક હિતેશ પરમારને શરીરે અને માથામાં ગંભીર ઈજા જ્યારે ભાવેશભાઈને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં ઘવાયેલા હિતેશ પરમારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગેની પ્રકાશભાઈ ચુડાસમા દ્વારા જાણ કરાતા પીએસઆઈ કે.એમ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular