Thursday, April 25, 2024
HomeબિઝનેસStock Market Newsભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી ઘટાડા બાદ સ્ટોક સ્પેસિફિક તેજી યથાવત્ ...!!!

ભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી ઘટાડા બાદ સ્ટોક સ્પેસિફિક તેજી યથાવત્ …!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

- Advertisement -

ગત સપ્તાહે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો, એફઆઈઆઈઝની ભારતીય શેરબજારમાં સતત જંગી વેચવાલી ચાલુ રહેતાં અને અમેરિકામાં ફુગાવાને અંકુશમાં લેવાની કવાયતમાં વ્યાજ દરમાં થઈ રહેલા તીવ્ર વધારા સાથે અમેરિકી ડોલર સામે  વૈશ્વિક દેશોના ચલણોના થઈ રહેલા ધોવાણથી અનેક દેશોના અર્થતંત્ર  સંકટમાં આવી ગયા હોઈ વૈશ્વિક આર્થિક કટોકટીના ફફડાટ સાથે ટ્રેઝરી ૧૦ વર્ષિય યીલ્ડ પણ વર્ષ ૨૦૦૮ની સૌથી ઊંચી સપાટીએ ૪% પહોંચી જતાં અને સ્થાનિકમાં પણ લાંબા સમયથી ઓવરબોટ પોઝિશન ધરાવતા ફોરેન ફંડોએ જંગી વેચવાલી કરતાં ઉછાળે થઈ રહેલા સતત ઓફલોડિંગે સેન્ટીમેન્ટ ખરડાયું છે, જો કે સપ્તાહના અંતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વ્યાજદરમાં ૫૦ બેઝિસ પોઈન્ટ્સનો વધારો કરવામાં આવ્યો હોવા છતાં ફંડો દ્વારા નીચા મથાળે પસંદગીની ખરીદી રહેતા પ્રત્યાઘાતી રિકવરી જોવા મળી હતી અને ભારતીય શેરબજારમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો.

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

- Advertisement -

ભારત સહિત વિશ્વભરમાં મોંઘવારીને ડામવા માટે અમેરિકા બાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પણ વ્યાજદરમાં ૫૦ બેઝિસ પોઈન્ટ્સનો વધારો કરવામાં આવ્યો હતો. આ સાથે જ આરબીઆઈના બેન્ચમાર્ક વ્યાજ દર ૫.૯% થયા હતા. આ સાથે મોનિટરી પોલિસીનું સ્ટેન્ડ આરબીઆઈએ એકોમોડેશનથી પાછું ખેંચવાનું વલણ યથાવત રાખ્યું હતું. ડોલર સામે રૂપિયામાં સતત ઘટાડાના કારણે આયાતી ચીજોના વધી રહેલા ભાવથી સંભવિત મોંઘવારી, અમેરિકા અને ભારતના વ્યાજના દર વચ્ચે ઘટી રહેલા તફાવતથી ભારતમાં રોકાણ કરવું જોખમી બની રહ્યું હોવાથી પણ રિઝર્વ બેન્કને વ્યાજના દર વધારવા ફરજ પડી હતી. મે ૨૦૨૦થી મે ૨૦૨૨ વચ્ચે રિઝર્વ બેંકના રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. જોકે, વધી રહેલા ફુગાવા અને વૈશ્વિક બેન્કોએ વ્યાજ દર વધારવાનું શરૂ કરતાં મે મહિનામાં આશ્ચર્યજનક રીતે મધ્યકાલીન સમીક્ષા પહેલા જ રિઝર્વ બેન્કે વ્યાજ દર વધારવા શરૂ કર્યા હતાં.

રિઝર્વ બેન્ક માટે હાલમાં સૌથી મોટી ચિંતા રૂપિયામાં થઈ રહેલો ઘસારો છે. રૂપિયામાં ઘસારાની સીધી અસર આયાત બિલ પર પડી રહી છે. ફોરેકસ રિઝર્વમાં ઘટાડાથી મની માર્કેટમાં દરમિયાનગિરી કરવાની રિઝર્વ બેન્કની ક્ષમતા ઓછી થઈ રહી છે. ફોરેકસ રિઝર્વ તેની ૬૪૨ અબજ ડોલરની ઓલટાઈમ હાઈ સપાટીએથી ૧૦૦ અબજ ડોલર જેટલું ઘટી ૫૪૫ અબજ ડોલર આવી ગયું છે. વર્તમાન વર્ષમાં રૂપિયો ડોલર સામે અંદાજીત ૧૦% જેટલો ઘટી ગયો છે, જો કે ક્રુડ તેલના ભાવ જે જુન માસમાં પ્રતિ બેરલ ૧૨૦ ડોલરથી વધુ હતા તે હાલમાં ઘટીને ૮૦ ડોલરની અંદર ચાલી ગયા છે, જે આરબીઆઈ માટે રાહતની વાત છે.

- Advertisement -

વૈશ્વિક અર્થતંત્રમાં વ્યાજદર વધારા અને ભારતમાં પણ વ્યાજદર વધારાની અસર અર્થતંત્ર પર નકારાત્મક પડવાની આશંકા વ્યકત કરાઈ રહી છે. તેવામાં રેટિંગ એજન્સી ઇકરાએ ભારતના જીડીપી ગ્રોથ પર અગાઉના અંદાજને જાળવી રાખ્યો છે. ઇકરાએ જણાવ્યું કે વધતી માંગને કારણે વૃદ્ધિ દર કોવિડ પહેલાના સ્તરે પહોંચવાની અપેક્ષા છે. જોકે બીજા ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર જૂન ક્વાર્ટરના વૃદ્ધિ દર કરતાં નબળો રહેવાની ધારણા છે. ઊંચા આધારને કારણે આગામી બે ક્વાર્ટરમાં પણ વૃદ્ધિ નબળી રહી છે. નાણાકીય વર્ષ ૨૦૨૩માં જીડીપી વૃદ્ધિ દર ૭.૨% રહેશે. જોકે વિકાસ દર બીજા અર્ધવાષક ગાળામાં નબળો રહેવાની ધારણા છે, પરંતુ પ્રી-કોવિડ (૨૦૧૯-૨૦)ની સરખામણીમાં વૃદ્ધિ દર મજબૂત રહેશે. આ સિવાય ઓગસ્ટમાં રેકોર્ડ સંખ્યામાં દૈનિક જીએસટી ઈ-વે બિલ જનરેટ થયા છે. આ દર્શાવે છે કે બજારમાં વિશ્વાસ વધ્યો છે. આ સાથે ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડાને જોતા તહેવારોમાં માંગ સારી રહેવાની ધારણા છે.

મિત્રો, કેલેન્ડર વર્ષ ૨૦૨૨માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….

સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જૂન ૨૦૨૨માં અંદાજીત રૂ.૪૬,૫૯૯.૨૩ કરોડની ખરીદી, જુલાઇ ૨૦૨૨માં અંદાજીત રૂ.૧૦૫૪૬.૯૩ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૨માં અંદાજીત રૂ.૭૦૬૮.૬૩ કરોડની વેચવાલી તેમજ ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધીમાં અંદાજીત રૂ.૧૦૮૭૪.૩૦ કરોડની ખરીદી કરવામાં આવી હતી, જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જૂન ૨૦૨૨માં અંદાજીત રૂ.૫૮,૧૧૨.૩૭ કરોડની વેચવાલી, જુલાઇ ૨૦૨૨માં અંદાજીત રૂ.૬૫૬૭.૭૧ કરોડની વેચવાલી, ઓગસ્ટ ૨૦૨૨માં અંદાજીત રૂ.૨૨૦૨૫.૬૨ કરોડની ખરીદી તેમજ ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધીમાં અંદાજીત રૂ.૧૬૭૪૨.૯૯ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.

બજારની ભાવી દિશા…. મિત્રો, ફેડરલના આકરા વલણ સહિતના અન્ય પ્રતિકૂળ પરિબળોની ભારતીય શેરબજાર પર પ્રતિકૂળ અસર થવા પામી છે. પ્રવર્તમાન સંયોગો જોતાં આગામી સમયમાં પણ બજારમાં વોલેટાલિટી જારી રહેવા સાથે દબાણ હેઠળ રહેવાની શક્યતા છે. યુ.એસ. ફેડરલ રિઝર્વ રેટમાં વધુ ૭૫ બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે તેમજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પણ વ્યાજદરમાં ૫૦ બેઝિસ પોઈન્ટ્સનો વધારો કરવામાં આવ્યો છે. આગામી મહિનાઓમાં પણ વધુ મોટા વધારાનો અંદાજ મૂકતા બજારોનું મોરલ ખરડાશે એવી અપેક્ષા છે. ફેડ નવેમ્બર માસમાં વધુ ૭૫ બેસિસ પોઇન્ટ, ડિસેમ્બર માસમાં ૫૦ બેસિસ પોઇન્ટ, ફેબ્રુઆરી ૨૦૨૩માં અંતિમ ૨૫ બેસિસ પોઇન્ટ નો વધારો કરશે તેવી શક્યતા જોવાઈ રહી છે.

આરબીઆઇ વર્ષ ૨૦૨૩માં અગાઉના ૭૫ બેસિસ પોઇન્ટ થી દરમાં ૫૦ બેસિસ પોઇન્ટનો વધારો કરી શકે છે જે એપ્રિલ ૨૦૨૩ સુધીમાં રેપો રેટને ૬.૭૫% સુધી લઈ જશે, ઉપરાંત ભારતના આર્થિક વિકાસના અંદાજમાં સંખ્યાબંધ એજન્સીઓએ ઘટાડો કર્યો છે જેથી આગામી દિવસોમાં ઉછાળે સાવચેતી યથાવત રહેશે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( 17106 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 17007 પોઇન્ટના પ્રથમ અને 16808 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 17188 પોઇન્ટથી 17303 પોઇન્ટ, 17373 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 17373 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 38885 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 38303 પોઇન્ટના પ્રથમ અને 38008 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 38909 પોઇન્ટથી 39009 પોઇન્ટ, 39303 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 39303 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) સન ફાર્મા ( 938 ) :- ફાર્મા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.909 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.885 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.953 થી રૂ.970 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.970 ઉપર તેજી તરફી ધ્યાન…!!!

) ભારતી એરટેલ ( 773 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.757 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.744 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.787 થી રૂ.800 નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) જિંદાલ સ્ટીલ ( 425 ) :- રૂ.404 નો પ્રથમ તેમજ રૂ.388 ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.453 થી રૂ.460 સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

) ઓલકાર્ગો લોજીસ્ટિક્સ ( 423 ) :- લોજિસ્ટિક્સ સોલ્યુશન પ્રોવાઈડર સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.443 થી રૂ.450 ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.404 નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) ઓરિયન્ટ ઈલેક્ટ્રિક ( 275 ) :- રૂ.260 નો પ્રથમ તેમજ રૂ.244 ના સ્ટોગ સપોર્ટથી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.284 થી રૂ.292 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

૬) જેકે ટાયર ( 167 ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.160 આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.174 થી રૂ.180 ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) એપેક્સ ફ્રોઝન ( 293 ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.272 ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.303 થી રૂ.313 ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) સ્ટાર પેપર ( 189 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પેપર અને પેપર પ્રોડક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.177 આસપાસ રોકાણકારે રૂ.197 થી રૂ.208 ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.170 સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( 2386 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.2330 ના સપોર્ટથી ખરીદવાલાયક..!! રીફાઇનરી & માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.2404 થી રૂ.2424 નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) સિપ્લા લિમિટેડ ( 1108 ) :- આ સ્ટોક રૂ.1080 નો પ્રથમ તેમજ રૂ.1073 ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.1123 થી રૂ.1130 સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) ભારતી એરટેલ ( 797 ) :- 950 શેરનું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.787 નો પ્રથમ તેમજ રૂ.773 ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ટેલિકોમ – સેલ્યુલર અને ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.808 થી રૂ.818 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) એચડીએફસી લિમિટેડ ( 2299 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.2344 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.2360 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.2280 થી રૂ.2266 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.2367 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) ઇન્ફોસિસ લિમિટેડ ( 1401 ) :- રૂ.1437 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1474 ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.1388 થી રૂ.1373 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.1490 ઉપર તેજી તરફી ધ્યાન… !!

) એચસીએલ ટેકનોલોજી ( 923 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.939 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.944 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.909 થી રૂ.898 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.960 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

           રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો……

) ઈક્વિટાસ હોલ્ડિંગ્સ ( 97 ) :- ઇન્વેસ્ટમેન્ટ કંપની સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.108 થી રૂ.117 ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.90 નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) માન ઈન્ફ્રાકન્સ્ટ્રક્શન ( 89 ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે એન્જિનિયરિંગ, ડિઝાઇનિંગ અને કન્સ્ટ્રક્શન સેક્ટરનાં આ સ્ટોકને રૂ.82 ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.94 થી રૂ.99 સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) એલએન્ડટી ફાઈનાન્સ ( 74 ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.67 નો પ્રથમ તેમજ રૂ.62 ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ઇન્વેસ્ટમેન્ટ કંપની સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.78 થી રૂ.83 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ ( 59 ) :- રૂ.55 આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.63 થી રૂ.67 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.67 ઉપર તેજી તરફી ધ્યાન…..!!

નિફટી ફયુચર રેન્જ 16808 થી 17373 પોઇન્ટ ધ્યાને લેવી…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular