Saturday, July 27, 2024
Homeરાજ્યહાલારધ્રોલના સોયલ ટોલનાકા પાસે ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત

ધ્રોલના સોયલ ટોલનાકા પાસે ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત

- Advertisement -

ધ્રોલ તાલુકાના સોયલ ટોલ નાકા પાસે ગત રાત્રિના સમયે નાયરાથી રાજસ્થાન તરફ જતા બાયો ડીઝલ ભરેલ ટેન્કર અન્ય ટ્રક સાથે અથડાતા અકસ્માતમાં ટેન્કર ચાલક ફસાઈ જતા 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
અકસ્માતના બનાવની વિગત મુજબ, દ્વારકા જિલ્લાના વાડીનારમાં આવેલી નાયરા કંપનીમાંથી રાજસ્થાન તરફ બાયોડીઝલ ભરીને જતા જીજે-23-જીબી-0175 નંબરના ટેન્કરને મંગળવારની રાત્રીના સમયે ધ્રોલ તાલુકાના સોયલ ટોલ નાકા પાસે સામેથી આવતા જીજે-10-વી-7929 નંબરના ટ્રક સાથે અથડાતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ટેન્કર અને ટ્રકની કેબિનનો બુકડો બોલી ગયો હતો. જોકે સદનસીબે જાનહાની થઈ ન હતી. પરંતુ ટેન્કરનો ચાલક કેબિનમાં ફસાઈ જતા 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ચાલકને બહાર કાઢી ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular