Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં તબીબ વિદ્યાર્થી યુવકનો હૃદયરોગના હુમલાથી મોત

જામનગરમાં તબીબ વિદ્યાર્થી યુવકનો હૃદયરોગના હુમલાથી મોત

પીજીવીસીએલના નાયબ ઈજનેરના પુત્રનું હાર્ટએટેકથી મૃત્યુ : પરિવારમાં શોકનું મોજું : મૃતકની બહેનને પણ એમબીબીએસ કર્યુ : હાલારમાં યુવાનોમાં વધતા જતા હાર્ટએટેકના બનાવો

- Advertisement -

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત સમગ્ર દેશભરમાં હાર્ટએટેકના બનાવો ચિંતાજનક રીતે વધતા જાય છે. તેમાં પણ ખાસ કરીને ખાસ કરીને નાના બાળકોથી લઇને 45 થી 50 વર્ષના યુવાનો સુધીમાં વધુ આવે છે અને હૃદયરોગના હુમલાને કારણે મોત નિપજતા જાય છે. ત્યારે જામનગર શહેરમાં એમ બી બી એસમાં અભ્યાસ કરતા 19 વર્ષના વિદ્યાર્થી યુવકનું હાર્ટએટેકથી મોત નિપજતા સમગ્ર હાલાર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઇ છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર પીજીવીસીએલમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા હેમંતભાઈ મગનલાલ માણેક નામના અધિકારીનો પુત્ર કિશન હેમંતભાઈ માણેક (ઉ.વ.19) નામનો યુવક જામનગરની મેડીકલ કોલેજમાં એમબીબીએસમાં અભ્યાસ કરે છે. ગઈકાલે તબીબ વિદ્યાર્થી જીમમાં ગયા બાદ પડી જતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. વધુમાં મળતી વિગત મુજબ, મૃતક યુવકની બહેને પણ એમબીબીએસ કર્યુ હતું. યુવાન પુત્રના મોતથી અધિકારીના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. છેલ્લાં ઘણા સમયથી જામનગર અને દ્વારકા સહિત સમગ્ર દેશભરમાં યુવાનોમાં હૃદરયોગના હુમલાનું પ્રમાણ સતત વધતું જાય છે. આ ફેરફાર ખાસ કરીને કોરોના કાળ બાદ થયો છે. જો કે, યુવાનો અને બાળકોમાં હૃદયરોગના હુમલાઓ કયા કારણોસર આવે છે ? તે હજુ સુધી ચોકકસ કારણ જાણી શકાયું નથી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular