Saturday, July 27, 2024
Homeરાજ્યહાલારમીઠાપુરના યુવાનને જાતિ વિષયક અપમાનિત કરી હુમલો

મીઠાપુરના યુવાનને જાતિ વિષયક અપમાનિત કરી હુમલો

- Advertisement -

મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતા અરજણભાઈ અજુભાઈ રોશિયા નામના 27 વર્ષના અનુસૂચિત જાતિના યુવાનને શિવરાજપુર પાટીયા પાસેના માર્ગે જતા અનિલ માણેક અને રમેશ રવુભા સુમણીયા દ્વારા બિભત્સ ગાળો કાઢી, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાની તથા ઢીકા-પાટુનો માર માર્યાની તથા ફરિયાદી અરજણભાઈની મોટરકાર પર પથ્થરના ઘા મારી, કાચ તોડી નાખ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાઈ છે. જે અંગે પોલીસે આઈપીસી કલમ 323, 504, 427, 114 તથા એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular