Saturday, September 14, 2024
Homeરાજ્યહાલારદ્વારકાના વરવાળા ગામના યુવાન પર સશસ્ત્ર જીવલેણ હુમલો

દ્વારકાના વરવાળા ગામના યુવાન પર સશસ્ત્ર જીવલેણ હુમલો

પત્ની સાથે દવાખાને જતા સમયે 14 શખ્સો દ્વારા ભાલા-છરી-પાઈપ-લાકડીના ઝીંકયા : પોલીસ દ્વારા ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ

- Advertisement -

દ્વારકા તાબેના વરવાળા ગામે રહેતા જુમાભાઈ ઉર્ફે ડાડો ઈશાભાઈ જુસબભાઈ ઢોકી નામના 34 વર્ષના માછીમાર યુવાન ગઈકાલે મંગળવારે તેમના પત્નીને સાથે લઈ અને દવાખાને જઈ રહ્યા હતા, ત્યારે દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાંથી પસાર થતા અહીં અગાઉના ઝઘડા તથા તકરારનો ખાર રાખી અને પૂર્વયોજીત કાવતરું રચીને આરોપી ગુલાબ હુસેન ઈસા લુચાણી, ઈસ્માઈલ ઈસા લુચાણી, જેનુલ ઈસા, ગફુર ઈસા, ઈરફાન ઉર્ફે લાલુ કાસમ, કાસમ ઈસા, સતાર સુમાર ઢોકી, સાદિક સત્તા ઢોકી, હાસમ સુમાર ઢોકી, ઈમરાન હાસમ ઢોકી, અસગર સતાર ઢોકી, સબીર સતાર ઢોકી અને રૂકસાના ઉર્ફે રૂકુ હાસમ ઢોકી નામના 14 શખ્સોએ એકસંપ કરી અને ફરિયાદી જુમાભાઈ ઢોકી ઉપર ભાલુ, છરી, લોખંડના પાઇપ, લાકડીઓ, ધોકા વિગેરે જેવા હથિયારો વડે તૂટી પડ્યા હતા.

- Advertisement -

આમ, ગેરકાયદેસર રીતે મંડળી રચી અને આરોપીઓએ ફરિયાદી જુમાભાઈ ઉપર હુમલો કરી, બિભત્સ ગાળો કાઢી, અને તેમની મોટરકારમાં હથિયારો વડે નુકસાની કર્યાની ધોરણસર ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવે છે. જે અંગે પોલીસે આરોપીઓ સામે આઈ.પી.સી. કલમ 323, 504, 120 (બી), 427, 143, 147, 148, 149 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આર.એચ. સુવા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular