Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરશેખપાટ નજીક કાર ટ્રક પાછળ ઘુસી જતાં યુવાનના મોતથી અરેરાટી

શેખપાટ નજીક કાર ટ્રક પાછળ ઘુસી જતાં યુવાનના મોતથી અરેરાટી

કારની આગળના ભાગનો ભુક્કો બોલી ગયો : ફાયર ટીમ દ્વારા ઈજાગ્રસ્ત યુવાનને બહાર કઢાયો : સારવાર દરમિયાન મોત : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર જિલ્લામાં છેલ્લાં એક સપ્તાહથી વાહન અકસ્માતોમાં મૃત્યુઆંકની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. એક પછી એક અકસ્માતોની હારમાળા સર્જાઈ ગઈ છે. ગત રાત્રિના સમયે વધુ એક ગમખ્વાર અકસ્માતમાં જામનગર તાલુકાના શેખપાટ ગામના પાટીયા નજીક કાર ટ્રક પાછળ ધડાકાભેર ઘુસી જતાં કાર આગળથી ભુકકો બોલી ગઈ હતી અને કારમાં સવાર ઉદ્યોગપતિ યુવાનનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

વધુ એક ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના શેખપાટ ગામના પાટીયા નજીક ગત રાત્રિન સમયે જીજે-10-એપી-7407 નંબરની કાર આગળ જતાં ટ્રક પાછળ ધડાકાભેર અથડાતા અકસ્માત થયો હતો આ અકસ્માતમાં આગળનો ભાગનો ભુકકો બોલી ગયો હતો. જેના કારણે કારમાં સવાર વિપુલ જેન્તીભાઈ હરિયા (ઉ.વ.47) નામના યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતા જામનગર ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કારમાં ફસાયેલ યુવાનને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર કારગત નિવડે તે પહેલાં જ યુવાનનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular