Wednesday, September 11, 2024
Homeવિડિઓજામજોધપુરમાં મતદાર જાગૃતિ અંતર્ગત રેલી યોજાઈ - VIDEO

જામજોધપુરમાં મતદાર જાગૃતિ અંતર્ગત રેલી યોજાઈ – VIDEO

કોલેજના વિધાર્થીઓ દ્વારા મતદાનનો સંદેશ : દસ મિનીટ દેશ માટે, લોકસભા ચુંટણીમાં મતદાન માટે

- Advertisement -

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે ૧૨-જામનગર  લોકસભા મતવિસ્તારમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર બી.કે.પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લાનાં મતદારો મતદાનની નૈતિક ફરજ અચૂક નિભાવી મહત્તમ મતદાન કરે તે માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

- Advertisement -

ત્યારે જામજોધપુરની શ્રી સર્વોદય કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી અમૃતબેન વાલજીભાઈ દામજીભાઈ સવજાણી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત મતદાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના દરેક મતદારો લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને અને  પરિવાર સાથે અવશ્ય મતદાન કરી અન્ય લોકોને પણ મતદાન માટે પ્રેરિત કરવા વિદ્યાર્થીઓએ અનુરોધ કર્યો હતો.

- Advertisement -

આ રેલીમાં મતદાર જાગૃતિ અંગેના બેનરો તથા પોસ્ટરો લગાવી મતદારોને જાગૃત કરવામાં આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular