Friday, April 19, 2024
Homeરાજ્યહાલારજોડિયા તાલુકાના કોઠારીયા ગામમાં રહેણાંક મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

જોડિયા તાલુકાના કોઠારીયા ગામમાં રહેણાંક મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન 18 બોટલ કબ્જે કરી : જામનગરમાંથી દારૂની બોટલ સાથે શખ્સ ઝબ્બે: સીક્કા પાટીયા નજીકથી દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

- Advertisement -

જોડિયા તાલુકાના કોઠારીયા ગામમાં રહેતા શખ્સના મકાનમાંથી સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા તેમાંથી રૂા.9000ની કિંમતની 18 બોટલ ઈંગ્લીશ દારૂ સાથે શખ્સની ધરપકડ કરી હતી. જામનગરના હિંગળાજ ચોકમાંથી પોલીસે દારૂની બોટલ સાથે શખ્સને ઝડપી લીધો હતો. જામનગર તાલુકાના સીકકા પાટીયા પાસે પોલીસે દારૂની બોટલ સાથે શખ્સને દબોચી લીધો હતો.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, જોડિયા તાલુકાના કોઠારીયા ગામમાં રહેતાં અજય સવસેટા નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે હેકો વી.વી. બકુત્રા તથા સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.9000 ની કિંમતની દારૂની 18 બોટલ મળી આવતા અજય સવસેટા નામના શખ્સની અટકાયત કરી પૂછપરછ આરંભી હતી. બીજો દરોડો, જામનગર શહેરના હિંગળાજ ચોક વિસ્તારમાંથી પસાર થતા વિપુલ ઉર્ફે બાવ ભગવાનજી ટાંક નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.500ની કિંમતની દારૂની એક બોટલ મળી આવતા પોલીસે અટકાયત કરી હતી. ત્રીજો દરોડો, જામનગર તાલુકાના સીક્કા ગામના પાટીયા પાસેથી પસાર થતા હિતેશ મનજી પરેસા નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.500 ની કિંમતની દારૂની એક બોટલ મળી આવતા પડાણા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular