Saturday, April 17, 2021
Homeરાજ્યધ્રોલમાંથી વર્લીના આંકડા લખતો શખ્સ ઝડપાયો

ધ્રોલમાંથી વર્લીના આંકડા લખતો શખ્સ ઝડપાયો

રૂા.1750 નો મુદ્દામાલ કબ્જે : જામનગરમાંથી વર્લીબાજ ઝબ્બે: કપાત કરાવનાર શખ્સનું નામ ખુલ્યું

- Advertisement -

ધ્રોલ ગામમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા એક શખ્સને પોલીસે રૂા.1750 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. જામનગર શહેરમાં તળાવની પાળ પાસેથી પોલીસે વર્લીના આંકડા લખતા શખ્સને રૂા.980 ની રોકડ રકમ અને વર્લીની સ્લીપ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ધ્રોલમાં રજવી સોસાયટી પાસે જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હાર-જીત કરતા હનિફ ઈશા ચાવડા નામના શખ્સને સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન રૂા.1250 ની રોકડ રકમ અને 500 ની કિંમતનો એક મોબાઇલ ફોન તથા વર્લીના આંકડા લખેલી સ્લીપ સહિત રૂા.1750 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો જામનગર શહેરમાં તળાવની પાળ પાસે જાહેરમાં વર્લીના આંકડા લખી પૈસાની હાર-જીત કરતા હોવાની બાતમીના આધારે સિટી એ ડિવિઝન પોલીસે રેઈડ દરમિયાન હુશેન ઉર્ફે ટાઈગર ફારુક પટેલ નામના શખ્સને રૂા.980 ની રોકડ અને વર્લીની સ્લીપ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા જામનગરના શંકરટેકરીમાં રહેતા હનિફ ખફી પાસે કપાત કરાવતો હોવાનું જણાવતા પોલીસે હનિફની શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular