જામનગર શહેરના એમ્યુઝમેન્ટ પાર્ક વિસ્તારમાંથી પસાર થતા શખ્સની તલાસી લેતા 11 બોટલ દારૂ મળી આવતા પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક વિસ્તારમાંથી પસાર થતા જગજીવન ખેંગાર રાઠોડ નામના શખ્સને સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.5500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 11 બોટલો મળી આવતા પોલીસે દારૂના જથ્થા સાથે જગજીવનની ધરપકડ કરી ગુનો નોંધી પૂછપરછ આરંભી હતી.