Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

જામનગર શહેરમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

- Advertisement -

જામનગર શહેરમાં પાનીબેન બાલ મંદિર પાછળના વિસ્તારમાંથી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે શખ્સને 17 બોટલ દારૂ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના ઓશવાળ હોસ્પિટલ પાછળના માર્ગ પરથી પોલીસે 46 નંગ ચપટા અને દારૂની એક બોટલ સાથે બાઈકસવારને દબોચી લીધો હતો. જામનગર તાલુકાના દરેડ ગામમાંથીપોલીસે 500 એમ.એલ. દારૂના જથ્થા સાથે શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરમાં પાનીબેન બાલ મંદિર પાછળ આવેલ જે.કે. એપાર્ટમેન્ટ પાસેથી પસાર થતા સંજય ઉર્ફે ેબેના બાબુભાઈ ભદ્રા નામના શખ્સને સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.8500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 17 બોટલ મળી આવતા પોલીસે સંજય વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. બીજો દરોડો, જામનગર શહેરમાં ઓશવાળ હોસ્પિટલ પાસેના રોડ પરથી પસાર થતા જીજે-10-ડીપી-4154 નંબરના બાાઇકસવાર નયન મનસુખ ચૌહાણ નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.4600 ની કિંમતના 46 નંગ ઈંગ્લીશ દારૂના ચપલા અને રૂા.30000 ની કિંમતની એક બાઈક મળી કુલ રૂા.34,600 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજો દરોડો, જામનગર તાલુકાના દરેડ ફેસ-3 વિસ્તારમાંથી પસાર થતા ગફાર હસન સંઘાર નામના વેપારીને પંચ બી પોલીસ સ્ટાફે આંતરીને તલાસી તેના કબ્જામાંથી રૂા.400 ની કિંમતની 500 એમ.એલ. ભરેલી દારૂની બોટલ મળી આવતા પોલીસે ગફારની ધરપકડ કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular