Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાંથી ભરેલો લાખોનો બ્રાસપાર્ટનો સામાન બારોબાર વેંચી માર્યો

જામનગરમાંથી ભરેલો લાખોનો બ્રાસપાર્ટનો સામાન બારોબાર વેંચી માર્યો

દરેડની કંપનીમાંથી 10 ટન બ્રાસપાર્ટનો સામાન નાશીક પહોંચાડવાને બદલે ચાલકે વેંચી નાખ્યો : કંપનીના મેનેજર દ્વારા ટ્રકચાલક વિરૂધ્ધ ફરિયાદ : પોલીસે 82.25 લાખની છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આરંભી

- Advertisement -

જામનગર નજીક અવોલી કંપનીમાંથી બ્રાસપાર્ટનો માલ સામાન ભરી નાશીક મોકલવામાં આવ્યો હતો. જે માલ આઈસર ટ્રકના ચાલકે નિયત સ્થળે પહોંચાડવાને બદલે બારોબાર વેંચી નાખી રૂા.82,25,780ની છેતરપિંડી કરી વિશ્ર્વાસઘાત કર્યાના બનાવમાં પોલીસે ટ્રકચાલકની શોધખોળ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર નજીક આવેલી ટોપ મેન્યુફેકચરીંગ કંપની દ્વારા બ્રાસપાર્ટનો માલ સીનર, નાશીક અને મહારાષ્ટ્ર ખાતે મોકલવાનો હોવાથી કંપનીના કર્મચારી તુષાર કિશોરભાઈ ગાગીયા નામના બ્રાંચ મેનેજરે આશાપુરા રોડ વેઝ કંપનીની માલિકીના જીજે-10-ટીવાય-7743 નંબરના આઈસર ટ્રક દ્વારા આ માલ પહોંચાડવાનો ઓર્ડર આપ્યો હતો. જેથી રામેશ્ર્વરનગરમાં રહેતાં ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા નામના ડ્રાઈવરે દરેડ ફેસ-3 માં આવેલા ટોપ મેન્યુફેકચરીંગ કંપનીના પ્લોટ નં.4102 માંથી 9838 કિલો 310 નંગ બોકસ અંદાજે 10 ટન વજનનો આઇસર ટ્રકમાં ભરી રવાન કરવામાં આવ્યો હતો. પરંતુ, ટ્રક લઇને નિકળેલા ચાલકે સામાન નિયત સ્થળે પહોંચાડવાને બદલે બારોબાર વેંચી નાખી રૂા.82,25,780 ની છેતરપિંડી અને વિશ્ર્વાસઘાત કર્યો હતો.

આ અંગેની વિગત કંપનીના મેનેજર તુષારભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઇ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે ટ્રકચલાક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular