Wednesday, March 26, 2025
Homeરાજ્યજામનગરજામનગરના ફ્રુટના વેપારીનો અગમ્યકારણોસર આપઘાત

જામનગરના ફ્રુટના વેપારીનો અગમ્યકારણોસર આપઘાત

બેડની નદીમાં ઝંપલાવી દેતા મોત : પોલીસ દ્વારા આપઘાતનું કારણ જાણવા તપાસ

જામનગરના કાલાવડ નાકા બહાર રહેતાં યુવાને અગમ્યકારણોસર બેડની નદીમાં ઝંપલાવી આપઘાત કરી લેતા પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગરના કાલાવડ નાકા બહાર રહેતો અને ફ્રુટની દુકાન ચલાવતા મુસ્તુફા કાસમ હાર નામના 25 વર્ષના ફ્રુટના વેપારી પોતાના ઘરેથી નિકળી ગયા બાદ બેડ નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. જેનો મૃતદેહ બેડની નદીમાંથી મળી આવ્યો હતો. આ અંગે મૃતકના ભાઈ અબ્દુલ ઈમામ કાસમ દ્વારા પોલીસને જાણ કરાતા હેકો સી ડી ગાંભવા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી હોસ્પિટલમાં પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular