Wednesday, October 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના સાધના કોલોનીમાં ફરસાણની દુકાનમાં આગ - VIDEO

જામનગરના સાધના કોલોનીમાં ફરસાણની દુકાનમાં આગ – VIDEO

દુકાન નજીક પાર્ક કરેલ મોટરસાઈકલ પણ આગની ઝપેટમાં આવ્યું

- Advertisement -

જામનગર શહેરમાં સાધના કોલોની નજીક એક ફરસાણની દુકાનમાં અકસ્માતે આગ લાગતા ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી આ આગને કારણે બાજુમાં પાર્ક કરેલ હોન્ડા પણ આગની ઝપેટમાં આવી ગયું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં બુધવારે સાંજના સમયે પટેલ ફરસાણ નામની દુકાનમાં અકસ્માતે આગ લાગી હતી. મેઈન રોડ પર ફરસાણની દુકાનમાં આગ લાગતા વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી અને લોકોના ટોળાં એકઠાં થઈ ગયા હતાં. આ અંગે ફાયર વિભાગને જાણ કરાતા જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દોડી ગઇ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગને પરિણામે દુકાનની નજીક પાર્ક કરેલ મોટરસાઈકલ પણ આગની ઝપેટમાં આવી ગયું હતું. સદનસીબે કોઇ જાનહાની થઈ ન હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular