Thursday, October 1, 2026
Homeરાજ્યજામનગરવડત્રા નજીક પશુ આડુ ઉતરતા બાઇક ડીવાઇડર પર ચડી ગયું

વડત્રા નજીક પશુ આડુ ઉતરતા બાઇક ડીવાઇડર પર ચડી ગયું

દ્વારકાથી જામનગર તરફ આવતા સમયે અકસ્માત બાઇક ચાલકનું ગંભીર ઇજા પહોંચતા મોત: અન્ય વ્યક્તિને સામાન્ય ઇજા: પોલીસ દ્વારા કાર્યવાહી

જામનગરમાં રહેતો યુવાન ખંભાળિયા નજીક આવેલા વડત્રા પાસેથી બાઇક પર જતો હતો ત્યારે અચાનક પશુ ઉતરતા બાઇક ડીવાઇડર સાથે અથડાતા યુવાનને ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગરમાં મસીતિયા રોડ પર આવેલા મુરલીધર પાર્ક-3માં રહેતા ગુલશનભાઇ સુગરીવભાઇ ગૌતમ નામનો યુવાન અન્ય વ્યક્તિ સાથે બુધવારે તેના બાઇક પર દ્વારકાથી જામનગર તરફ આવી રહ્યાં હતાં ત્યારે ખંભાળિયાથી 17 કિમી દૂર વડત્રા ગામ નજીક પહોંચ્યા એ સમયે એકાએક કોઇ પશુ આડુ ઉતરતા ચાલકે કાબૂ ગુમાવી દેતા બાઇક ડીવાઇડર પર ચડી ગયું હતું. આ અકસ્માતમાં બાઇકચાલક ગુલશનભાઇને શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા સુગરીવભાઇ દ્વારા જાણ કરાતા ખંભાળિયા પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પી.એમ. માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular