Saturday, April 20, 2024
Homeરાજ્યધ્રોલ નજીક રોંગ સાઇડમાં આવતું બાઇક અન્ય બાઇક સાથે અથડાતા અકસ્માત

ધ્રોલ નજીક રોંગ સાઇડમાં આવતું બાઇક અન્ય બાઇક સાથે અથડાતા અકસ્માત

રોંગ સાઇડમાં આવતા બાઇક સવારને ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે મોત : અન્ય બાઇક સવાર પિતા-પુત્રને ઇજા : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

ધ્રોલ-જામનગર ધોરીમાર્ગ પર બાવની નદીના પુલના છેડા નજીક રોંગ સાઇડમાં પુર ઝડપે આવતાં બાઇક સવારે સામેથી આવતાં બાઇક સાથે ઠોકર મારતા અકસ્માતમાં રોંગ સાઇડમાં આવતાં બાઇક સવારને ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું. તેમજ બાઇક સવાર પિતા-પુત્રને ઇજા પહોંચી હતી. અકસ્માતના બનાવમાં રોંગ સાઇડમાં આવતાં બાઇક સવાર વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના મોરાર સાહેબના ખંભાલિડા ગામમાં રહેતાં અને ખેતી કરતાં રાજદીપસિંહ નામના યુવાન તેના પુત્ર હરભદ્રસિંહ સાથે જીજે-10-એએફ-8559 નંબરના બાઇક પર ધ્રોલ નજીક આવેલી બાવની નદીના પૂલના છેડાં પાસેથી પસાર થતાં હતાં ત્યારે રોંગ સાઇડમાં પુર ઝડપે બેફિકરાઇથી આવતાં જીજે-18-જે-0902 નંબરના બાઇક સવારે ખેડૂતના બાઇક સાથે અથડાવતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર ખેડૂત પિતા રાજદીપસિંહને માથામાં અને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. તેમજ પુત્ર હરભદ્રસિંહને જીભમાં તથા ડાબા પગમાં ઇજા પહોંચી હતી. ત્યારે રોંગ સાઇડમાં આવી રહેલાં બાઇક સવારને માથામાં ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નિપજયું હતું.

અકસ્માતના બનાવની રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા જાણ કરાતા પ્રો.પીઆઇ બી.એન.પટેલ તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પોલીસે રોંગસાઇડમાં આવતાં બાઇક સવાર વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular