Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરગીર સોમનાથ જીલ્લામાં ડો.અતુલ ચગની આત્મહત્યા મામલે જામનગર લોહાણા સમાજ દ્વારા રેલી...

ગીર સોમનાથ જીલ્લામાં ડો.અતુલ ચગની આત્મહત્યા મામલે જામનગર લોહાણા સમાજ દ્વારા રેલી યોજી આવેદનપત્ર પાઠવાયું – VIDEO

- Advertisement -

ગીર-સોમનાથ જિલ્લાના ડો. અતુલભાઈ ચગના આપઘાતને લઇ જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં લોહાણા સમાજમાં આકરા પ્રત્યાઘાતો થયા છે. જામનગર લોહાણા મહાજન દ્વારા આ ઘટનાને લઇ તાત્કાલિક ધોરણે કડક કાનૂની પગલાં લેવાની માંગ સાથે ગઈકાલે કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

- Advertisement -

આવેદનપત્રમાં જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર પંથકના ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતેના આપઘાતના બનાવે સૌને ચોંકાવી મૂકયા છે. તબીબે લખેલી સ્યુસાઈડ નોટ મુજબ પૂરાવો છે કે તેઓને આપઘાત કરવાની દુષ્પ્રેરણા આપવા માટે રાજકીય મોટા માથાની સંડોવણી છે આમ છતાં ઘટનાના આટલા દિવસો બાદ પણ પોલીસ દ્વારા કસૂરવારો સામે કાર્યવાહી ન કરાતા રઘુવંશી સમાજ તેમજ તબીબી આલમમાં દુ:ખ સાથે રોષની લાગણી છે. ત્યારે શાસકો આ મામલે કસૂરવારો સામે કડક કાર્યવાહી કરી કાયદો સહુ માટે સમાન છે તેવી પ્રતિતી કરાવશે તો શાસક પક્ષની પ્રતિષ્ઠાની છાપ વધુ સુદ્રઢ બનશે. આથી આ ઘટનામાં તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરાઇ છે.

- Advertisement -

જામનગર લોહાણા સમાજના મંત્રી રમેશભાઈ દત્તાણી, પૂર્વ શહેર ભાજપા પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, એડવોકેટ મનોજભાઈ અનડકટ, ભાવિનભાઈ ભોજાણી, શશીકાંત મશરૂ, વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઈ તન્ના, ડો. મેહુલ ખાખરિયા, ડો. રૂપારેલિયા, ગીરીશભાઈ ગણાત્રા, ડો. વિજય પોપટ, મુકેશભાઈ દાસાણી, ભરતભાઈ કાનાબાર, રાજુભાઈ મારફતિયા, અરવિંદભાઈ પાબારી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular