Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરચેક રિટર્નની ફરિયાદમાં 2 વર્ષની સજા 10 લાખ વળતર ફરિયાદીને ચૂકવવાનો અદલતનો...

ચેક રિટર્નની ફરિયાદમાં 2 વર્ષની સજા 10 લાખ વળતર ફરિયાદીને ચૂકવવાનો અદલતનો હુકમ

- Advertisement -

જામનગર વસવાટ કરતા નિવૃત્ત પોલીસ કર્મચારી વાલજીભાઇ રાજાભાઇ ચાવડા તથા આરોપી નાયબ ઇજનેર નિરવ હર્ષદકુમાર શાહના પિતા હર્ષદભાઇ શાહ સાથે મિત્રતા હોય, જેથી આરોપી પીજીવીસીએલના નાયબ ઇજનેર નિરવ શાહ સાથે પણ પરિચય અને ઓળખાણ થયેલ. આરોપીને બેંકની લોન ભરપાઇ કરવા માટે ફરિયાદી પાસેથી 10 લાખ લીધા હતાં. ફરિયાદીએ આરોપીને તેમના ખાતામાંથી 10 લાખ આરોપીના ખાતામાં ટ્રાન્સફર કરી આ બાબતનું સમજૂતિનું લખાણ પણ કરવામાં આવ્યું હતું. આ રકમની પરત ચૂકવણી માટે આરોપીએ ફરિયાદીને તેમના ખાતાનો ચેક આપ્યો હતો. ફરિયાદીએ આરોપીએ આપેલ ચેક તેમના ખાતામાં જમા કરાવતા ચેક એકાઉન્ટ કલોઝડના એન્ડોસમેન્ટથી પરત ફર્યો હતો. આ રીતે ફરિયાદીને તેની કાયદેસરની લેણી રકમ મળેલ નહીં. જેથી ફરિયાદીએ આરોપીને લીગલ નોટીસ પાઠવી હતી. તેમ છતાં ફરિયાદીને તેમની કાયદેસરની લેણી રકમ પણ ચૂકવેલ નહીં. જેથી ફરિયાદીએ અદાલતમાં આરોપી સામે નેગોસિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ તળે ફરિયાદ દાખલ કરી હતી.

- Advertisement -

અદાલતે તમામ પાસાઓ ઉપર વિચાર કરી અને ત્યારબાદ તમામ પુરાવો ધ્યાને લઇ અને ફરિયાદપક્ષે રજૂ થયેલ પુરાવા અને દલીલો માન્ય ગણી અને આરોપી પીજીવીસીએલના નાયબ ઇજનેર નિરવ હર્ષદકુમાર શાહને 2 વર્ષની સજા અને 10 લાખ ફરિયાદીને વળતર તરીકે ચૂકવવાનો આદેશ કર્યો હતો. હુકમ વખતે આરોપી હાજર ન રહેતા કોર્ટ દ્વારા સજા વોરંટ કાઢવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી નિવૃત્ત પોલીસમેન તરફે વકીલ રાજેશ ડી. ગોસાઇ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહિલ, રજનીકાંત આર. નાખવા, નિતેષ મુછડીયા રોકાયેલા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular