Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં પીજીવીસીએલની 36 ટીમો દ્વારા ચેકિંગ

જામનગર શહેરમાં પીજીવીસીએલની 36 ટીમો દ્વારા ચેકિંગ

- Advertisement -

જામનગર પીજીવીસીએલ દ્વારા આજે સતત છઠ્ઠા દિવસે ચેકિંગ કામગીરી અંતર્ગત સેન્ટ્રલ ઝોન, પટેલ કોલોની, સાત રસ્તા અને સીક્કા સબ ડીવીઝનના વિસ્તારોમાં 36 ટીમો દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ શુક્રવારે ચેકિંગ દરમિયાન જામનગર ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 388 જોડાણો તપાસતા 71 મા ગેરરીતિ મળી આવતા રૂા.22.70 લાખના બીલો ફટકાર્યા હતાં.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર પીજીસીએલ અધિક્ષકના નેજા હેઠળ આજે છઠા દિવસે જામનગરના સેન્ટ્રલ ઝોન, પટેલ કોલોની, સાત રસ્તા અને સીક્કા સબ ડીવીઝનના નવાગામ ઘેડ, ધરારનગર, માધાપર ભુંગા, જૂના બંદર વિસ્તારમાં 36 ટીમો દ્વારા 10 એસઆરપી, 25 લોકલ પોલીસ, 9 એકસઆર્મી મેન અને 4 વીડિયોગ્રાફરો સાથેના બંદોબસ્ત સાથે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગઈકાલે હાપા, ગ્રામ્ય અને સિક્કા સબ ડિવિઝનના મેઘપર, કનસુમરા, મસિતિયા, લાખાબાવળ, બાલાચડી, સચાણા ગામમાં 31 ટીમ દ્વારા 8 એસઆરપી જવાનો, 20 લોકલ પોલીસ, 9 એકસ આર્મી મેન અને 3 વિડીયોગ્રાફરોના બંદોબસ્ત વચ્ચે ચેકિંગ દરમિયાન કુલ 388 જોડાણો તપાસતા તે પૈકીના 71 જોડાણોમાં ગેરરીતિ મળી આવતા રૂા.22.70 લાખના બિલો ફટકાર્યા હતા.

તેમજ ગુરુવારે દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 33 ટીમો દ્વારા સાત એસઆરપી જવાન, 19 લોકલ પોલીસ, ત્રણ વીડિયોગ્રાફરો સાથે વીજચેકિંગ દરમિયાન 369 વિજજોડાણો તપાસતાં તે પૈકીના 61 જોડાણોમાં ગેરરીતિ ઝડપાતાં રૂા. 17.20 લાખના બિલો ફટકારવામાં આવ્યા હતાં. તેમજ આ ચેકિંગ પૈકી રાણ ગામમાં 10 વિજજોડાણોમાં ગેરરીતિ ઝડપાતાં રૂા. 3.40 લાખના બિલો ફટકારવામાં આવ્યા હતાં અને ચેકિંગ દરમિયાન પીજીવીસીએલના કર્મચારી ઉપર હુમલો કરવાનો બનાવ પણ બન્યો હતો.

- Advertisement -

બુધવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારથી 33 ટીમો દ્વારા 8 એસઆરપી જવાન, 18 લોકલ પોલીસ, ત્રણ વીડિયોગ્રાફરો અને ત્રણ એકસઆર્મી મેનના બંદોબસ્ત વચ્ચે ચેકિંગમાં કુલ 394 જોડાણો તપાસતા તે પૈકીના 68મા ગેરરીતિ મળી આવતા કુલ રૂા.26.30 લાખના બિલો ફટકારવામાં આવ્યાં હતાં અને મંગળવારે કલ્યાણપુર તાલુકાના દુધિયા, રાજપરા, કાનપર શેરડી, ગાગા, બાટડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં 33 ટીમો દ્વારા 14 એસઆરપી, 18 લોકલ પોલીસ, ત્રણ એકસઆર્મી મેન અને ત્રણ વીડિયોગ્રાફરો સાથેના બંદોબસ્ત વચ્ચે ચેકિંગ કામગીરી દરમિયાન કુલ 367 જોડાણો તપાસતા તે પૈકીના 65 જોડાણોમાં ગેરરીતિ મળી આવતા રૂા.18.20 લાખના બીલો ફટકાર્યા હતાં તેમજ સોમવારે જામનગર શહેરના દરબારગઢ અને કાલાવડ ગેઈટ તથા નગરસીમ સબ ડીવીઝનના જેલ રોડ, રજાનગર, રવિપાર્ક, ગુલાબનગર, સનસીટી તથા કાલાવડનાકા બહારના વિસ્તારોમાં 37 ટીમો દ્વારા 13 એસઆરપી જવાન, 24 લોકલ પોલીસ, 8 એકસઆર્મી મેન અને 03 વીડિયોગ્રાફરોના બંદોબસ્ત વચ્ચે કુલ 472 વીજ જોડાણો તપાસવામાં આવ્યાં હતાં જે પૈકીના 85 જોડાણોમાં ગેરરીતિ ઝડપાતા કુલ રૂા.31.65 લાખના બીલો ફટકારવામાં આવ્યાં હતાં. આમ પાંચ દિવસ દરમિયાન 116.05 લાખના બિલો ફટકાર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular