Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકો દ્વારા 18 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો

જામ્યુકો દ્વારા 18 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો

રૂા. 7100ના દંડની વસુલાત

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા 120 માઇક્રોન સુધીના પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરૂધ્ધ કડક ઝુંબેશ હાથ ધરાઇ છે. જે અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાંથી 15 જેટલા વેપારીઓ પાસેથી 18 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી 7100નો દંડ વસુલવામાં આવ્યો હતો.

- Advertisement -

પર્યાવરણ માટે સૌથી વધુ નુકશાનકારક એવા પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અંગેના કેન્દ્ર સરકારના જાહેરનામા અનુસંધાને હાલે 1ર0 માઈક્રોન સુધીના તમામ પ્લાસ્ટિક ઝબલા સહિતની વસ્તુઓનો ઉપયોગ બંધ કરવાનો રહેતો હોય, આ જાહેરનામાની અમલવારી ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા ધ્વારા 1ર0 માઈક્રોન સુધીના તમામ પ્લાસ્ટિક ઝબલા સહિતની વસ્તુઓનો ઉપયોગ બંધ કરવા ચાર ટીમો મારફત કડક ઝુબેંશ હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોના કુલ-15 ધંધાર્થી/વેપારીઓ પાસેથી 18 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ રૂા.7,100નો દંડ વસુલ લેવામાં આવ્યો હતો. આગામી સમયમાં આ ઝુબેંશ વધુ સઘન બનાવી જપ્તીકરણ/દંડનાત્મક કાર્યવાહી ઉપરાંત ડીફોલ્ડરોની મિલ્કતો સીઝ કરી, ફોજદારી રાહે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેની દરેક વેપારીઓ/વિક્રેતાઓ/ધંધાર્થીઓ/દુકાનધારકોને જામનગર મહાનગરપાલિકા દ્વારા તાકીદ કરવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular