જામનગર શહેરમાં ભીડભંજન મંદિર પાસેથી રિક્ષામાંથી રૂા. 25950ની કિંમતની 173 નંગ શંકાસ્પદ નશાકારક કેફીપીણાની બોટલો એસઓજીએ ઝડપી લીધી હતી.
આ અંગેની વિગત મુજબ એસઓજીના હેકો હર્ષદભાઇ ડોરીયા, અનિરુધ્ધસિંહ ઝાલા તથા અરજણભાઇ કોડિયાતરને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના તેમજ એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ ડી.એચ. ચૌધરી તથા પીએસઆઇ જે.ડી. પરમારના માર્ગદર્શન મુજબ એસઓજી સ્ટાફ દ્વારા ભીડભંજન પાસે રોડ પર વોચ ગોઠવી ચંદ્રેશ રમેશ નંદા પાસેથી શંકાસ્પદ નશાકારક કેફીપીણાની તીક્ષક્ષશક્ષમિફિ ફતફદફ-ફશિતવફિં, વયબિુ લજ્ઞહમ ફતફદફ, તજ્ઞિંક્ષયશિતવવિંફ ફતફદફ-ફશિતવફિં ની રૂા. 25950ની કિંમતની 173 નંગ બોટલોનો મુદ્ામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.