Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારતાવની દવા ખાધા બાદ આંચકી ઉપડતા આદિવાસી મહિલાનું મોત

તાવની દવા ખાધા બાદ આંચકી ઉપડતા આદિવાસી મહિલાનું મોત

- Advertisement -

કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડિયા ગામમાં રહેતી મહિલાને ત્રણ-ચાર દિવસથી તાવ આવતો હતો અને તાવની લીધેલી દવાને કારણે અચાનક આંચકી ઉપડતા સરકારી દવાખાનામાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડિયા ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા સોનલબેન રમેશભાઈ મકવાણા (ઉ.વ.30) નામના આદિવાસી મહિલાને ત્રણ-ચાર દિવસથી તાવ આવતો હતો અને આ તાવ માટે મેડીકલ સ્ટોર્સમાંથી દવા લીધી હતી જે લીધા બાદ મહિલાને અચાનક આંચકી ઉપડતા કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ રમેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો એન.કે. છૈયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular