Friday, November 22, 2024
Homeરાજ્યજામનગરતાવમાં સુધારો ન થવાથી યુવતીની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

તાવમાં સુધારો ન થવાથી યુવતીની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

ત્રણ દિવસથી તાવની સારવાર છતાં તબિયત ન સુધરી: શ્રમિક યુવતીએ જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

લાલપુર તાલુકાના મણીપુર ગામની સીમમાં આવેલા વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા આદિવાસી યુવતીને ત્રણ દિવસથી તાવ આવતા કંટાળી જઈ તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના મણીપુર ગામની સીમમાં આવેલી ભીમશીભાઈ બેરાની વાડીમાં ખેતમજુરી કામ કરતા બબલુ મદનભાઈ પવાર નામના યુવકની પત્ની હિરુબેન પવાર (ઉ.વ.21) નામની યુવતીને છેલ્લાં ત્રણ દિવસથી તાવ આવતો હતો અને આ તાવની સારવાર કરાવવા છતાં તબિયતમાં સુધારો ન થવાથી તાવને કારણે કંટાળીને શનિવારે સવારના સમયે ખેતરમાં આવેલા રૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ બબલુ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.એન. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular