Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરસાયલા પોલીસ સ્ટેશનનો કેમિકલ ચોરીના કેસનો ફરાર આરોપી ઝડપાયો

સાયલા પોલીસ સ્ટેશનનો કેમિકલ ચોરીના કેસનો ફરાર આરોપી ઝડપાયો

- Advertisement -

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશનના કેમિકલ ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્કવોડે દલતુંગી ગામેથી ઝડપી લીધો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કેમિકલ ચોરીના ગુનાનો આરોપી હમીર ઉર્ફે જેસા જગા ખાંભલા નાસતો ફરતો હોય દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા તથાજ મહિપાલભાઇ સાદિયાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના તેમજ એલસીબીના પીઆઇ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઈ એલ.જે. મિયાત્રા, એએસઆઈ ગોવિંદભાઈ ભરવાડ તથા હેકો લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમ નોયડા, કાસમ બ્લોચ, ભરત ડાંગર, રણજીતસિંહ પરમાર, તથા પો.કો. મહિપાલભાઇ સાદિયા, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, હેકો અરવિંદભાઈ ગોસાઈ, નિર્મળસિંહ જાડેજા, પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફ દ્વારા આરોપી હમીર ઉર્ફે જેશા જગા ખાંભલાને દલતુંગી ગામેથી ઝડપી લઇ વધુ કાર્યવાહી માટે સીટીએ પોલીસને સોંપી સાયલા પોલીસ સ્ટેશને જાણ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular