જામનગર મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દહેજ તેમજ મારામારીના કેસમાં છેલ્લાં પાંચ વર્ષથી ફરાર નાસતા ફરતા આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્કવોર્ડે કાલાવડ ખાતેથી ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર મહિલા પોલીસ સ્ટેશનમાં દહેજ મારામારીના ગુનામાં અબ્દુલ ઓસમાણ કાથુરીયા ખલીફા નામના શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો. આરોપી છેલ્લાં પાંચ વર્ષથી નાસતો-ફરતો હોય આ દરમિયાન જામનગર પેરોલ ફર્લો સ્કવોર્ડના સલીમભાઈ નોયડા, ગૌવિંદભાઈ ભરવાડ, ભરતભાઈ ડાંગર, કાસમભાઇ બ્લોચને મળેલ બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કવોર્ડના પીએસઆઈ એલ.જે.મિયાત્રા, આર.એચ.સુવા, એએસઆઈ ગોવિંદભાઈ ભરવાડ, હે.કો. લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, અરવિંદગીરી ગોસાઈ, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઈ નોયડા, કાસમભાઈ બ્લોચ, ભરતભાઇ ડાંગર, રણજીતસિંહ પરમાર, પો.કો. મહિપાલભાઈ સાદિયા, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ તથા એલસીબીના હેકો નિર્મળસિંહ જાડેજા તથા પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફ દ્વારા કાલાવડ ખાતેથી આરોપી અબ્દુલ ઓસમાણ કાથુરીયા ખલીફાને ઝડપી લઇ વધુ કાર્યવાહી માટે જામનગર મહિલા પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો હતો.