જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા એક વૃદ્ધને ગઈકાલના રોજ રાત્રીના સમયે છાતીમાં દુખાવો ઉપડતા જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવતા તેમનું મોત નીપજ્યું હતું. અન્ય બનાવ જેમાં લાલવાડી વિસ્તાર જુના આવાસમાં રહેતા એક આધેડ છેલ્લા બે ત્રણ દિવસથી બીમાર હોવાથી તેનું મૃત્યુ નીપજ્યું છે.
જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તાર શેરી નં-4માં રહેતા જયેશભાઈ ઓમતચંદ મહેતા (ઉ.વ.56) નામના વૃદ્ધને ગત રાત્રીના બે વાગ્યાના અરસામાં છાતીમાં દુખાવો ઉપડતા તેઓને સારવાર અર્થે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ડોકટરે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. આ ઘટના અંગે સીટી બી ડીવીઝન પોલીસ દફતરને જાણ કરવામાં આવી છે.
અન્ય બનાવ જેમાં જામનગર શહરેના લાલવાડી જુના આવાસમાં રહેતા અજાણ્યા આધેડની ઉંમર આશરે 50 વર્ષ જેઓ બે ત્રણ દિવસથી બીમાર હોય અને ગઈકાલના રોજ પોતાના ઘરે તેનું મૃત્યુ નીપજ્યું હતું આ ઘટના અંગે નુરમામદ અબ્દેલભાઈએ સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.