Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં રહેણાંક મકાનમાંથી 30 લાખની માતબર રોકડની ચોરી

જામનગરમાં રહેણાંક મકાનમાંથી 30 લાખની માતબર રોકડની ચોરી

છ માસ દરમિયાન ચાવી વડે ત્રણ વખત 30 લાખની રોકડ અને 2.50 લાખના દાગીના ઉસેડી ગયા : એક મોબાઇલ સહિત રૂા.32.75 લાખની ચોરી : એલસીબી દ્વારા તસ્કરને દબોચી લઇ મુદ્દામાલ કબ્જે

- Advertisement -

જામનગર શહેરમાં મેહુલનગરમાં ટેલીફોન એકસચેંજ પાસે આવેલા શિવમ પાર્કમાં રહેતા પટેલ યુવાનના બંધ મકાનમાંથી છ માસ અગાઉ અજાણ્યા તસ્કરે ડુપ્લીકેટ ચાવી વડે દરવાજા ખોલી કબાટમાંથી સમયાંતરે રૂા.30 લાખની રોકડ રકમ અને સોનાના દાગીના તથા એક મોબાઇલ મળી કુલ રૂા.32,50,000 ની માલમતા ચોરી ગયાના બનાવમાં એલસીબીએ શખ્સને ઝડપી લઇ ચોરાઉ રોકડ અને દાગીના સહિત એક બાઇક પણ કબ્જે કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના લતીપર ગામના વતની અને જામનગર શહેરમાં મેહુલનગર ટેલીફોન એકસચેંજ પાસે આવેલા શિવમ પાર્ક 3 માં પ્લોટ નં.217 માં રહેતા અને વેપારી નિલેશભાઈ લવજીભાઈ દોમડિયા નામના યુવાનના બંધ રહેલા મકાનમાં છેલ્લાં છ માસ દરમિયાન અજાણ્યા શખ્સે જુદા જુદા સમયે ત્રણ વખતમાં ડુપ્લીકેટ અથવા તો ઓરીજનલ ચાવી વડે મકાન ખોલી પ્રવેશ કરી કબાટના દરવાજા ખોલી રૂા.30 લાખની રોકડ રકમ અને રૂા.2 લાખ 30 હજારની કિંમતના સોનાના દાગીના અને રૂા.20 હજારની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા.32,75,000 ની માલમતાની ચોરી કરી ગયા હતાં. આ બનાવ અંગેની જાણ કરતા પીએસઆઇ કે.કે. નારિયા તથા સ્ટાફે અજાણ્યા તસ્કરે વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

દરમિયાન શહેરમાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલવા પોલીસ ટીમ કામે લાગી ગઈ હતી અને બનાવ સ્થળેથી તપાસ આરંભી સીસીટીવી ફૂટેજ તથા કોઇ જાણભેદુ હોવાની આશંકા એ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં જેમાં દિલીપ તલાવડિયા, સંજયસિંહ વાળા, હિતેન્દ્રસિંહ જાડેજા, ભગીરથસિંહ સરવૈયાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયની સૂચનાથી પીઆઈ એસ. એસ. નિનામા, પીએસઆઈ આર.બી. ગોજિયા, કે.કે. ગોહિલ, બી.એમ. દેવમુરારી તથા માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, અશ્ર્વિનભાઈ ગંધા, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઈ સોલંકી, ખીમભાઈ ભોચિયા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટીયા, સુરેશભાઇ માલકિયા, એ.બી. જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી આ માતબર રકમની ચોરીમાં જશ્મીન મનસુખ વીરાણીની સંડોવણી ખુલ્લી હતી.

- Advertisement -

એલસીબીની ટીમે ખોડિયાર કોલોની મેર સમાજની વાડી પાસેથી જામનગર તાલુકાના ફાચરિયા ગામના વતની અને મારુતિ રેસીડેન્સી ફેસ-2 સામે રહેતા જશ્મીન મનસુખ વીરાણી નામના શખ્સને જીજે-10-સીપી-4568 નંબરના બાઈક સાથે દબોચી લઇ તલાસી લેતા તેના કબ્જામાંથી નિલેશ ડોમડિયાના બંધ મકાનની ચાવીનો એક સેટ મળી આવતા પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન જશ્મીને બંધ મકાનમાંથી ચાવી વડે દરવાજો ખોલી 30 લાખની રોકડ રૂા.2.55 લાખના સોનાના દાગીના અને 20 હજારની કિંમતનો ચોરાઉ મોબાઇલ તથા જશ્મીનનો રૂા.50 હજારની કિંમતનો એક મોબાઇલ તેમજ રૂા.20 હજારની કિંમતનું ચોરીમાં ઉપયોગ કરેલું જીજે-10-સીપી-4568 નંબરના બાઈક સહિત રૂા.33 લાખ 45 હજારની કિંમતની માલમતા કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular