હાલ ગુજરાતભરમાં હિન્દુ યુવક કીશન ભરવાડની વિર્ધમી દ્વારા સરાજાહેર ફાયરીંગ કરીને નિર્મળ હત્યાને લઈને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરીને કલેક્ટરને તેમજ મામલતદારને આવેદનપત્ર પાઠવીને હત્યારાઓને ફાંસીની સજા થાય તેવી માંગ કરવામાં આવી રહી છે.
જેના માટે તમામ સમાજ, વિવિધ સંસ્થાઓ તેમજ સંગઠનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે જામનગરના કાલાવડમાં પણ આજે સવારે 10.30 કલાકે વિશ્વ હિન્દુ પરિષદ અને માલધારી સમાજ કાલાવડ તેમજ નિકાવા હિન્દુ સેવા સમિતિ દ્વારા કીશન ભરવાડને શ્રદ્ધાંજલી આપીને લીમડા ચોક થી સરદાર ચોક અને મામલતદાર ઓફિસ સુધી મૌન રેલી યોજીને કાલાવડ મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર પાઠવીને હિન્દુ યુવક કીશન ભરવાડના હત્યારાઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગણી કરીને રજુઆત કરવામાં આવી હતી આ તકે ગામે ગામથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.