Monday, December 23, 2024
Homeરાજ્યદ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખને વિશિષ્ટ કામગીરી બદલ પ્રદેશ પ્રમુખ દ્વારા સન્માન

દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખને વિશિષ્ટ કામગીરી બદલ પ્રદેશ પ્રમુખ દ્વારા સન્માન

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના ઉત્સાહી અને વીચારધારાને વરેલા પ્રમુખ ખીમભાઈ જોગલને સર્વ શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ માટે વધુ એક ગૌરવશાળી એવા આ પ્રસંગે જામનગર ખાતે કરવામાં આવેલ આ સન્માનમાં જામનગરના ધારાસભ્ય અને પૂર્વમંત્રી હકુભા જાડેજા, જામનગર મહાનગરના પ્રમુખ વિમલભાઈ કગથરા, જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ મુંગરા, જામનગર મહાનગરના મહામંત્રી મેરામણભાઇ ભાટુ અને જામનગર શહેર ભાજપના પૂર્વપ્રમુખ હસમુખભાઈ હિંડોચાની હાજરીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખને મળેલા આ વિશિષ્ટ સન્માન બદલ જિલ્લા સાંસદ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના આગેવાનો, હોદેદારો તેમજ કાર્યકરો દ્વારા ખીમભાઈ જોગલને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular