Friday, October 18, 2024
Homeરાજ્યદ્વારકામાં અન્ય રીક્ષાની નંબર પ્લેટ લગાવીને ફરતા વાહનચાલક સામે ગુનો

દ્વારકામાં અન્ય રીક્ષાની નંબર પ્લેટ લગાવીને ફરતા વાહનચાલક સામે ગુનો

એસઓજી પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

દ્વારકાથી આશરે ત્રણ કિલોમીટર દૂર રૂપેણ બંદર વિસ્તારમાં આવેલી એક ચેક પોસ્ટ પાસે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ચેકિંગ કાર્યવાહી દરમિયાન આ સ્થળેથી પસાર થતી જીજ-37-વી-8604 નંબરની એક પેસેન્જર રીક્ષાને અટકાવી આ રીક્ષાના ચાલક ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા રજાક જાકુબ સીદી નામના 28 વર્ષીય મુસ્લિમ યુવાનની પૂછપરછ કરતા આ રીક્ષાના સાચા નંબર જીજે-23-ઝેડ-4012 હોવાનું ખુલવા પામ્યું હતું.

વધુમાં જાણવા મળતી વિગત મુજબ રજાક દ્વારા પોતાની જૂની અને નકામી થઈ ગયેલી 4012 નંબરની રીક્ષાવાળી નંબર પ્લેટ વેરાવળ બાજુથી લઈને આવેલી બીજી 8604 નંબરની રીક્ષામાં ઉપયોગ કરવામાં આવી હતી.

આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસે રજાક સામે આઈપીસી કલમ 465, 468 તથા 471 મુજબ ગુનો નોંધ્યો છે. આ અંગેની ધોરણસર તપાસ એસ.ઓ.જી. વિભાગના પી.એસ.આઈ. એ.ડી. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular