Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર-જિલ્લામાં વધુ 615 દર્દીઓએ કોરોનાને હરાવ્યો

જામનગર શહેર-જિલ્લામાં વધુ 615 દર્દીઓએ કોરોનાને હરાવ્યો

શહેરમાં 309 અને ગ્રામ્યમાં 306 દર્દીઓ સાજા થયા: શહેરમાં 242 અને ગ્રામ્યમાં 151 નવા કેસ નોંધાયા: શહેર-ગ્રામ્યમાં 3-3 મળી 6 ના મોત નિપજ્યાનું તંત્ર દ્વારા જાહેર

- Advertisement -

જામનગર શહેર જિલ્લામાં કોરોના અજગરી ભરડો લઇ રહ્યો છે અને કોરોના મહામારીનું સંક્રમણ અનેક ગણી ઝડપે વધી રહ્યું છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં 242 અને ગ્રામ્યના 151 કેસ મળી 393 કેસ નોંધાયા છે. તો 615 દર્દીઓએ કોરોનાને હરાવવામાં સફળ રહેતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જામનગરમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 6 દર્દીઓના મોત નિપજ્યા હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જામનગરમાં બિનસત્તાવાર રીતે કોવિડ થી 66 દર્દીના મોત નિપજ્યા છે.

જી.જી.હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઇનો ધીમે-ધીમે ઘટવા લાગી છે અને વેઇટીંગમાં રહેલા દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર અને રાહતરૂપ ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોનાનું સંક્રમણ વધતાં પરિસ્થિતિ સતત વણસતી જઇ રહી છે. જામનગર શહેરમાં 242 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જ્યારે 309 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આ ઉપરાંત જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કુલ 151 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે 306 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા ડિસ્ચાર્જ કરાયા છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં કુલ 361293 સેમ્પલનું પરીક્ષણ થયું છે. જામનગર ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કુલ 267081 સેમ્પલનું પરીક્ષણ થયું છે. કોવિડ હોસ્પિટલ પોઝિટીવ દર્દીથી ઉભરાઇ રહી છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગરમાં 6 દર્દીઓના મોત થી અરેરાટી ફેલાઈ ગઇ છે. ગુજરાત રાજ્યમાં છેલ્લાં એક માસથી વધતા જતા કોરોના સંક્રમણમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં છેલ્લા પાંચ દિવસથી નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમજ સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. અને મૃત્યુદરનું પ્રમાણ પણ ઘટતું જાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular