Tuesday, December 24, 2024
Homeરાજ્યકાલાવડ તાલુકાના નિકાવામાં યુવાનની ગળેફાંસો ખાઇ આત્મહત્યા

કાલાવડ તાલુકાના નિકાવામાં યુવાનની ગળેફાંસો ખાઇ આત્મહત્યા

અગમ્ય કારણોસર જિંદગી ટૂંકાવી : જામનગરમાં બિમારી સબબ વૃધ્ધાનું મૃત્યુ

- Advertisement -

કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતા પટેલ યુવાને તેના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ ઉપર રહેતા વૃધ્ધાનું બિમારી સબબ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતા વિવેક જમનભાઇ વાદી (ઉ.વ.23) નામના યુવાને સોમવારે સવારના સમયે તેના ઘરે અકળ કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં યુવાનને બેશુધ્ધ હાલતમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ત્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે હેકો. આર.વી. ગોહિલ તથા સ્ટાફે આગળની તપાસ આરંભી હતી.
જામનગર શહેના શરૂ સેકશન રોડ ઉપર આવેલા મનાલી એપાર્ટમેન્ટમાં રહેતાં વર્ષાબેન જોગેન્દ્રભાઇ રીંડાણી (ઉ.વ.60) નામના વૃધ્ધાને તાવ અને ઉધરસ આવતો હોય, શ્ર્વાસ લેવામાં તકલીફ પડતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે ધવલ પારીખ દ્વારા જાણ કરાતાં હેકો એમ.પી. ગોરાણીયા તથા સ્ટાફે મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular