Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરએમ.પી. શાહ મેડિકલ કેન્ટીન ખાલી કરવાના કેસમાં કોર્ટનો સ્ટે

એમ.પી. શાહ મેડિકલ કેન્ટીન ખાલી કરવાના કેસમાં કોર્ટનો સ્ટે

- Advertisement -

જામનગરની એમ.પી. શાહ મેડીકલ કેન્ટીનનો મામલો સને-2007 થી વિવાદમાં પરિણમ્યો છે. કેન્ટીનની માલિકી સરકારની હોવાના કારણે રમેશચંદ્ર એન્ડ કાં.ના નામથી સંચાલન કરતાં વિનોદચંદ્ર કનખરાને વિના કારણે ડે.ક્લેક્ટર દ્વારા કેન્ટીન ખાલી કરવાના મામલે ધ ગુજરાત પબ્લીક પ્રીમાઈસીસ (અન ઓથોરાઈઝ્ડ ઓક્યુપાન્ટ્સ) એકટ, 1972 ના કાયદાનો દુરૂપયોગ કરી દિન-1 માં કેન્ટીન ખાલી કરવાનો જોહુકમી ભર્યા હુકમ કરતાં અદાલતે અગાઉની ચાલુ કાર્યવાહીના કામે પ્રકરણની ગંભીરતાને ઘ્યાને લઈ ’વીડીયો કોન્ફરન્સ’ થી સુનાવણી હાથ ધરી ન્યાયના હિતને લક્ષમાં લઈ તૂર્ત જ કામચલાઉ ” ઓર્ડર” ફરમાવ્યો છે.

- Advertisement -

આ કેસની વિગત એવી છે કે, જામનગર સ્થિત એમ.પી. શાહ મેડીકલ કોલેજ કેન્ટીન રમેશચંદ્ર એન્ડ ફાં.ના નામથી વિનોદચંદ્ર વી. કનખરા સને-1977 થી સરકારશ્રી ના નિર્દેશ, નિયમો મુજબ ચલાવી રેગ્યુલર ભરવાની થતી રકમ ભરતા આવે છે અને સુવ્યવસ્થિત સંચાલન કરી રહેલ છે.

સને-2007માં કોઈ અગમ્ય કારણસર તત્કાલીન ડીન દ્વારા સરકારની ગેરદોરવણીના પગલે કેન્ટીન ખાલી કરાવવા અંગે કાનૂની કાર્યવાહી આરંભવાનો ઈશારો કરતાં, મામલો જે-તે વખતે જ અદાલતમાં પહોંચતા, અદાલતી હુકમના પગલે ધ ગુજરાત પબ્લીક પ્રીમાઈસીસ (ઈવીકશન ઓફ અન ઓથોરાઈઝ્ડ ઓકયુપાન્ટ્સ) એકટ, 19477 ના કાયદા અન્વયે કેન્ટીન ખાલી કરાવવાની કાર્યવાહી આરંભ કરાયેલી જેના કામે કેન્ટીન સંચાલક વતી નગરના જાણીતા ધારાશાસ્ત્રીએ અનેકવિધ કાનૂની તકરારો ઉપસ્થિત કરતાં ડે.ક્લેકટરે જે-તે વખતે આરંભેલી તમામ કાર્યવાહી દૂષિત અને 26 ઠરાવી કાયદાની મર્યાદામાં રહીને પ્રોસીડીંગ્ઝ ચલાવવા સમગ્ર કેસ રીમાન્ડ કરેલો, જેથી ડે.ક્લેકટરે ફરીથી ટ્રાયલ ચલાવી કેન્ટીન ખાલી કરવા તા.31.8.2015 નો હુકમ કરતાં તેની સામેની અપીલ એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ, જામનગર સમક્ષ કરાયેલી જે પેન્ડીંગ હોવા છતાં ગઈ તા.25.4.2021 ના રોજ દિન-1માં કેન્ટીન ખાલી કરવા નહીં તો પોલીસની મદદથી ખાલી કરાવવા અંગેની નોટીસ ફટકારવામાં આવતા કેન્ટીન સંચાલકના એડવોકેટ ચાલુ અદાલતી કાર્યવાહીની સુનાવણી તાત્કાલિક હાથ ધરવા અંગે અરજ કરતાં એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ ચૌધરીએ ઉપસ્થિત થયેલ તકરારની ગંભીરતાને ઘ્યાને લઈ ’વીડીયો કોન્ફરન્સ’ ના માઘ્યમથી સુનાવણી હાથ ધરી તા.28.4.2021 સુધી કામચલાઉ ” ઓર્ડર” ફરમાવી, અરજન્ટ સંજોગોમાં ન્યાય વાંચકો માટે અદાલતના દ્વારા હંમેશા ખુલ્લા હોવાની પ્રતિતી કરાવી હતી. અદાલતે ડે.ક્લેકટર તથા ડોન, મેડીકલ કોલેજને હાથોહાથ નોટીસ તથા ” ઓર્ડર” ફટકારવાની પરવાનગી આપી તેઓને તા.28.4.2021 ના રોજ અદાલતમાં હાજર રહેવા હુકમ કર્યા છે. આ કેસમાં ધારાશાસ્ત્રી મહેશ એ. તખ્તાણી એન્ડ એસોસિએટ્સ તથા જીતેશ એમ. મહેતા રોકાયેલા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular