Monday, December 23, 2024
Homeરાજ્યજામજોધપુરમાં ધારાસભ્યની માંગણી હિમોડાયાલિસ સેન્ટર ફાળવાયું

જામજોધપુરમાં ધારાસભ્યની માંગણી હિમોડાયાલિસ સેન્ટર ફાળવાયું

- Advertisement -

જામજોધપુરમાં ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયાની માંગણી ગ્રાહ્ય રાખી જામજોધપુર સામુહિક આરોગ્ય કેન્દ્રને હિમોડાયાલિસ સેન્ટર ફાળવાય ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયાએ કર્યું ઉદ્ઘાટન જામજોધપુર સહિત આજુબાજુ ગામના કિડનીના દર્દીઓને લાભ મળશે.

- Advertisement -

જામજોધપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયાની માંગણીને લઇ રાજ્ય સરકાર દ્વારા હિમોડાયાલીસ સેન્ટર ફાળવાયું હતું. જેમાં રાજ્ય સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચ પાંચ મશીન મૂકયા હતાં. જેમનું ઉદ્ઘાટન ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયાની ઉપસ્થિતિમાં દર્દીઓના હસ્તે અગ્રણી ભીમશીભાઇ ચોચા તેમજ ક્રિપાલસિંહ જાડેજા, અશોકભાઇ કાંજીયા, મૂકેશભાઇ કડીવાર, હિરેનભાઇ ખાંટ, ધીરભાઇ કાંજીયા, તાલુકા પંચાયત સદસ્યો નગરપાલિકા કોર્પોરેટરો સામુહિક આરોગ્ય કેન્દ્રના ડો. મેઘપરા તથા સ્ટાફ વગેરેની ઉપસ્થિતિમાં કરાયું હતું. આ હિમોડાયાલીસ સેન્ટર શરુ થતાં જામજોધપુર ઉપરાંત આજુબાજુના તાલુકાના કિડનીના દર્દીઓને લાભ મળશે. ગુજરાતનું આ પ્રથમ ડાયાલીસીસ સેન્ટર જામજોધપુરને ફાળવાયા બાદ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં અન્ય તાલુકામાં પણ હિમોડાયાલીસીસ સેન્ટર ખોલવાના પ્રયાસો કરી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular