Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરના સિનીયર જર્નાલીસ્ટ આઠ મહિનાથી ઘરમા છતા કોરોના થયો !

જામનગરના સિનીયર જર્નાલીસ્ટ આઠ મહિનાથી ઘરમા છતા કોરોના થયો !

સંસદસભ્ય પૂનમબેનએ લોકસભા સત્રમાંથી ચિંતા કરી

- Advertisement -

જામનગરના સિનિયર જર્નાલીસ્ટ ભરત જી. ભોગાયતા પેટ વગેરે તકલીફના કારણે આઠ મહિનાથી વર્ક ફ્રોમ હોમ કરે છે તેમને કોરોના પોઝીટીવ થતા પરિવાર જનો સ્વજનો ડોક્ટરો મિડીયા મિત્રો સૌ ને આશ્ર્ચર્ય થયુ છે તેમજ ચિંતા પણ ઉપજાવે તેવો કિસ્સો બન્યો છે.

- Advertisement -

આ સમાચાર મળતા લોકસભાના સત્રમા વ્યસ્ત સંસદસભ્ય પૂનમબેન માડમ એ ચિંતા કરી તેમજ ભરતભાઈ ને તેમના પરિવારજનોને માનસીક મજબુતી માટે પ્રોત્સાહન આપી કાળજી લેવા માર્ગદર્શન આપ્યુ તેમજ જીજીએચની કોવિડ હોસ્પીટલના નિષ્ણાંત તેમજ સિનીયર ડોક્ટરો સાથે રિપોર્ટસ લાઇન ઓફ ટ્રીટમેન્ટ જાણી જરૂરી ભલામણ કરી છે તેમજ ભરતભાઇને આત્મવિશ્ર્વાસ વધે તેમ હિંમત પુરી પાડી છે.

ભરતભાઇ બે દાયકાથી વધુ સમયથી પત્રકાર હોઇ જામનગરથી માંડી રાજકોટ અમદાવાદ ગાંધીનગર વડોદરા સુરત મુબઇ સહિતના પત્રકાર મિત્રો તેમજ અન્ય તબીબો અને સરકારી કર્મચારીઓ મિત્રો ખાનગી ક્ષેત્રના અગ્રણીઓ માહતી ખાતા ના મિત્રો નિવૃત અધીકારીઓ કર્મચારીઓ કોલેજ મિત્રો સહિત દરેક ક્ષેત્રના તેમના જાણીતા તબિયત પુછી ફોન થી મેસેજ થી ગેટ વેલ સુન ની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

- Advertisement -

જાણવા મળ્યા મુજબ જામનગરની સરકારી જીજી હોસ્પીટલના તબીબો પણ દર ત્રણ-ચાર કલાકે ઓક્સીજન લેવલ ટેમ્પરેચર પેઇન ઉધરસ વગેરેની વિગત લઇ રહ્યા છે અને હાલ તો હોમ ક્વોરોન્ટાઇન છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular