Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયમહારાષ્ટ્રના ગૃહમંત્રી પરના આરોપ બાદ મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેએ હાઈલેવલ મીટિંગ બોલાવી

મહારાષ્ટ્રના ગૃહમંત્રી પરના આરોપ બાદ મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેએ હાઈલેવલ મીટિંગ બોલાવી

- Advertisement -

એન્ટિલિયા કેસમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. શનિવારે સાંજે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના પત્ર પછી મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર રાજીનામાનું દબાણ વધી રહ્યું છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મોડી રાત્રે પોતાના સરકારી બંગલા પર હાઈલેવલની મીટિંગ બોલાવી છે. મીટિંગમાં મહાવિકાસ અઘાડી (MVA) ગઠબંધનના નેતાઓ સામેલ હોવાની વાત કરવામાં આવી રહી છે. જો કે દાવો એવો પણ છે કે બેઠકમાં મુખ્ય સચિવ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ સામલે છે. તો મુંબઈમાં ગૃહમંત્રી અનિલ દેશમુખના સરકારી નિવાસસ્થાને સુરક્ષા વધારી દેવામાં આવી છે.

- Advertisement -

આ બેઠકમાં ગૃહમંત્રી અનિલ દેશમુખ પર લાગેલા ગંભીર આરોપ પર ચર્ચા થઈ રહી છે. સરકાર પર વિપક્ષનો હુમલો રોકવા માટે તેમને રાજીનામું આપવાનું પણ કહેવામાં આવી શકે છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, મનસે પ્રમુખ રાજ ઠાકરે અને કોંગ્રેસના રાશિદ અલ્વીએ પત્ર સામે આવ્યા બાદ ગૃહમંત્રી અનિલ દેશમુખના રાજીનામાની માગ કરી છે.

પરમબીર સિંહના પત્ર બાદ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ‘પત્રમાં જે આરોપ લગાડવામાં આવ્યા છે, તે અત્યંત ગંભીર છે. હું તો એવું માનું છું કે જિલેટિની જે સ્ટિક મળી છે, તેનાથી પણ વધુ વિસ્ફોટક આ આરોપ છે. હું માનું છું કે આ ઘણો જ મોટો એવિડન્સ છે. અમારી માગ છે કે ગૃહમંત્રીએ તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ.’

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular