Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિરૂધ્ધ ફરિયાદ નોંધાતા ચકચાર

ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિરૂધ્ધ ફરિયાદ નોંધાતા ચકચાર

અપક્ષ સાંસદ ડેલકરનું મોત ગંભીર મામલો બન્યો

- Advertisement -

મુંબઈની મરિન ડ્રાઈવ સ્થિત હોટલમાં ગત તા. 22 ફેબ્રુઆરીના રોજ દાદરા-નગર હવેલીના સાંસદ મોહનભાઈ ડેલકરના અપમૃત્યુની ઘટનામાં મહારાષ્ટ્ર સરકારે તપાસ માટે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (એસઆઈટી)ની રચના કરવા અંગે મહારાષ્ટ્ર વિધાનસભામાં જાહેરાત કરી હતી. આના ગણતરીના જ કલાકોમાં દાદરા-નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ ખોડાભાઈ પટેલ, કલેક્ટર સહિત આઠની સામે દુષ્પ્રેરણા, એટ્રોસિટી સહિતના ગુના નોંધવામાં આવ્યા છે. મોહન ડેલકરના પુત્ર અભિનવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ઉપરાંત નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાથે મુુલાકાત કરી હતી. જેના પગલે આ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

- Advertisement -

મરીન ડ્રાઈવ પોલીસ મથકે મંગળવારે સાંજે લગભગ પાંચ કલાકે મૃતક સાંસદના પુત્ર અભિનવ ડેલકરનો જવાબ લીધા પછી મોડી રાત્રે મંગળવારે આપઘાતની દુષ્પ્રેરણા અંગેની આઈપીસી કલમ 306 તથા એટ્રોસિટીની વિવિધ કલમ હેઠળ પ્રશાસક પ્રફુલ પટેલ, કલેક્ટર સંદીપસિંગ, એસ.પી. શરદ દરાડે, આરડીસી અપૂર્વ શર્મા, એસડીપીઓ મનસ્વી જૈન, પીઆઈ મનોજ પટેલ, લો સેક્રેટરી રોહિત યાદવ, તલાટી દિલીપ પટેલ તથા ભાજપા અગ્રણી ફતેહસિંહ ચૌહાણ વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી.

ચકચારી સંદપ્રદેશ દાદરા-નગર હવેલીના સાંસદ મોહન ડેલકરના અપમૃત્યુ કેસમાં મુંબઈ પોલીસને આપેલા નિવેદનમાં ડેલકરના પુત્ર અભિનવ ડેલકરે તેમના પિતાને જાહેર જીવનમાં વારંવાર અપામાનિત કરાતા હતા. તેમને પાછલા 16-18 મહિનાથી પરેશાન કરવામાં આવતાં હતાં. સાત વાર સાંસદ રહી ચૂકેલા સાંસદને આવું પગલું ભરવું પડે તો પછી ઉત્પીડન અને અપમાનની તમે કલ્પના કરી શકો છો. તેમની ફાર્મસી કોલેજની 100 કરોડ બજારભાવ કિંમત ધરાવતી જમીન પર પ્રશાસક પ્રફુલ્લ પટેલનો ડોળો હોવાથી તે પચાવી પાડવા પ્રશાસની મદદથી અલગ અલગ રીતે કાવાદાવા કરી રહ્યાં હોવાનો સ્ફોટક આક્ષેપ કર્યો હતો. તેણે એવો પણ આક્ષેપ કર્યો કે, અમે અનુસૂચિત જાતિની હોવાથી તેમને ઇરાદાપુર્વક જાહેર કાર્યક્રમોમાં અપમાનિત કરાતા હતા. પ્રશાસક મારા પિતાને શારીરિક ઇજાઓ કરવાની તથા ખોટા ગંભીર કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા. રૂ. 25 કરોડની માંગણી કરી પાસામાં ફીટ કરવાની પણ ધમકી આપી હતી.

- Advertisement -

મોહન ડેલકર કેસમાં પ્રશાસક સહિતના સામે ગુનો નોંધાતા દાનહમાં તેમની સામેનો રોષ વધુ બળવત્તર બન્યો છે. સાથે જ પ્રફુલ્લ પટેલ ઉપરાંત આરોપી અધિકારીઓ નૈતિકતાના ધોરણે પણ તત્કાળ રાજીનામા આપી પોતાના હોદ્દા છોડે તેવી માગણી ઉગ્ર બની છે. તેઓ હોદ્દા છોડશે તો જ આમાં નિષ્પક્ષ તપાસ થઈ શકશે તેવી પણ માગ થઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular